Book Title: Siddh Parmatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 18
________________ જિનતત્ત્વ સુવર્ણ અગ્નિ વગેરે દ્વારા શુદ્ધ થઈને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે તેમ હું પણ દોષોને દૂર કરી, ગુણોનો ઉત્કર્ષ કરી, યોગ્ય ઉપાદાન મેળવીને મારા શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરી શકું છું. ] આઠ કર્મના ક્ષયથી સિદ્ધ પરમાત્મામાં ક્ષાયિક સમ્યક્ત, અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાધત્વ, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહનત્વ, અગુરુલઘુત્વ એ આઠ ગુણ પ્રગટ થાય છે તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર ઉમેરી તે બાર ગુણ પણ ગણાવવામાં આવે છે. આમ, સિદ્ધ પરમાત્મા સર્વજ્ઞ છે, સર્વ કર્મથી મુક્ત છે, અપુનર્ભવ છે, અશરીર છે, જ્ઞાનશરીર છે, જ્યોતિરૂપ છે, નિરંજન છે, નિત્ય છે. શાશ્વત છે, કૃતકૃત્ય છે, અનવધ છે, અકલ છે, અસંગ છે, નિર્મમ-નિર્વિકાર છે, અવ્યય છે, અક્ષય છે, અવ્યાબાધ છે, સ્વતંત્ર છે, પરમ પ્રભુત્વને પ્રાપ્ત કરનાર છે, શુદ્ધ ચેતનામય છે, કેવળ જ્ઞાનના અને કેવળ દર્શનના ઉપયોગથી યુક્ત છે, જ્ઞાતાદ્રષ્ટા છે, પરમ શાન્તિમય છે, નિષ્કપ છે, લોકાગ્રે સ્થિત છે, સ્વસ્વરૂપમાં લીન છે, સર્વથા દુ:ખરહિત છે તથા અનંત સુખના ભોક્તા છે. કર્મમુક્તિ થતાં આ મુક્તાત્માઓ દેહ છોડીને શું કરે છે ? તેઓ સીધા ઊર્ધ્વગમન કરી બીજા સમયે સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ નવપદજીની પૂજામાં સિદ્ધપદ માટે કહ્યું છે : વિભાગોના દેહાવગાહત્મ દેશા, રહ્યા જ્ઞાનમય જાત વર્ણાદિ વેશ્યા, સદાનંદ સૌખ્યાશ્રિતા જ્યોતિરૂપા, અનાબાધ અપુનર્ભવાદિ સ્વરૂપા, ચાર ધાતિ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામેલા તીર્થકરોના કે સામાન્ય કેવલીના જીવો બાકીનાં ચાર અઘાતિ કર્મનો જ્યારે ક્ષય કરે અને મુક્તિ પામે ત્યારે તેઓ ક્યારે, શા માટે અને કેવી રીતે લોકાગ્રે પહોંચી જાય છે તે પણ બહુ સૂક્ષ્મ વિચારણીય વિષય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી “શ્રીપાળ રાસ'માં લખે છે : સમય પએસ અણફરસી, ચરમ વિભાગ વિશેષ અવગાહન લહી જે શિવ પહોતા, સિદ્ધ નમો તે અશેષ રે. પૂર્વ પ્રયોગ ને ગત પરિણામે, બંધન છેદ અસંગ. સમય એક ઊર્ધ્વ ગતિ જે હતી તે સિદ્ધ પ્રણામો સંત રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40