Book Title: Siddh Parmatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 23
________________ સિદ્ધ પરમાત્મા ૬૩ આકાર નગારા જેવો, અડધી કાપેલી મોસંબી જેવો, કટોરા જેવો કે ચત્તા છત્ર જેવો છે. કોઈક ગ્રંથમાં સિદ્ધશિલાનો આકાર અષ્ટમીના ચંદ્ર જેવો બતાવ્યો છે, તો કોઈકમાં બીજના ચંદ્ર જેવો બતાવ્યો છે, એટલે સ્વસ્તિકમાં (દેરાસરમાં કરાતા સાથિયામાં) સિદ્ધશિલાની આકૃતિ બંને પ્રકારની જોવા મળશે. જુદી જુદી અપેક્ષાએ બંને સાચા છે. નીચેથી. સિદ્ધશિલા લેવામાં આવે તો તે બીજના ચંદ્ર જેવી દેખાય અને સામેથી, સમાન કક્ષાએથી જોવામાં આવે તો અષ્ટમીના ચંદ્ર જેવી દેખાય, ઉવવાઈ સૂત્ર”માં “સિદ્ધ” વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. कहिं पडिह्या सिद्धा कहिं सिद्धा पइट्ठिया कहिं वोदिं चइत्ताणं कत्थ गंतुणु सिज्झइ ।। [ હે ભગવાન ! સિદ્ધ ભગવાન ક્યાં જઈને થોભ્યા છે ? સિદ્ધ ભગવાન ક્યાં જઈને સ્થિર રહ્યા છે ? સિદ્ધ ભગવાને શરીર ક્યાં છોડ્યું છે? સિદ્ધ ભગવાન ક્યાં જઈને સિદ્ધ થયા છે ?! अलोए पडिहया सिद्धा लोयग्गेय पइट्ठिया । इहं वोदिं चइत्ताणं तत्थ गंतूण सिज्झइ ।। | હે શિષ્ય ! અલોક આગળ સિદ્ધ ભગવાન થોભ્યા છે. લોકના અગ્રભાગમાં પહોંચીને સિદ્ધ ભગવાન સ્થિરરૂપે રહેલા છે. સિદ્ધ ભગવાને આ લોકમાં દેહનો ત્યાગ કર્યો છે. સિદ્ધ ભગવાન લોકના અગ્રભાગે પહોંચીને સિદ્ધ થયા છે. ] જીવ આઠ કર્મનો ક્ષય કરી ઊર્ધ્વગતિ કરી સિદ્ધશિલા ઉપર લોકોગ્રે બિરાજે છે. કોઈકને પ્રશ્ન થાય કે તે લોકાગ્રે જ શા માટે બિરાજે છે ? તેનું કારણ એ છે કે ઊર્ધ્વગતિ કરવી એ કર્મમળથી સર્વથા મુક્ત થઈને વિશુદ્ધ બનેલા આત્માનો સ્વભાવ છે. આત્મા લોકાગ્રે અટકી જાય છે કારણ કે ગતિમાં સહાય કરનારું ધર્માસ્તિકાય તત્ત્વ અને સ્થિતિમાં સહાય કરનારું અધર્માસ્તિકાય તત્ત્વ ફક્ત ચૌદ રાજમય લોકમાં જ છે, અલોકમાં નથી. એટલે જીવલોકના અગ્રભાગે પહોંચીને અટકી જાય છે. સિદ્ધ બનેલો જીવ જ્યારે એનું ચરમ શરીર છોડે છે ત્યારે એ શરીરના ૨/૩ ભાગ જેટલી એની આત્મજ્યોતિ-અવગાહના (પોતાના આત્મા પ્રદેશોમાં વ્યાપીને રહેવું) લોકાંતે બિરાજે છે. સિદ્ધ બનેલા બધા જીવોનાં ચરમ શરીર એકસરખા માપનાં નથી હોતાં; નાનાંમોટાં હોય છે. એટલે દરેકની અવગાહના એકસરખા માપની નથી હોતી, પરંતુ નાનીમોટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40