Book Title: Siddh Parmatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 38
________________ જિનતત્ત્વ કર્મબંધનથી થોભી જવા માટે ચેતવે છે. એટલા માટે અષ્ટદલ કમળમાં નવપદજીનું ધ્યાન ધરવામાં સિદ્ધ પરમાત્માનું રક્તવર્ણથી ધ્યાન ધરવાનું હોય છે. સિદ્ધ પરમાત્માના રક્ત રંગનાં ઉદાહરણો આપતાં એક બાલાવબોધકારે લખ્યું છે, જે સિદ્ધ ૨ક્તકાન્તિ ધરતા, જિસ્ય ઊગતો સૂર્ય, હિંગુળનો વર્ણ, દાડિમ-જાસૂદનું ફૂલ, અર્ધગુંજારવ, નિષદ પર્વત, રક્તોત્પલ કમલ, મરકત રત્ન, ચોળનો રંગ, કંકુનો રોળ, ચૂના સહિત તંબોળ, ઇસી રક્તવર્ષે સિદ્ધની પાંખડી બાઈએ.' યુવાચાર્ય શ્રી નથમલજી પંચ પરમેષ્ઠિના ધ્યાનની પ્રક્રિયામાં સિદ્ધ પરમાત્માનું ધ્યાન દર્શન કેન્દ્રમાં ચિત્તને કેન્દ્રિત કરી, પોતાના શ્વાસ વડે આકાશમાં “નમો સિદ્ધાણં' એમ અક્ષરો લખી; પહેલાં માતૃકાઓનું, પછી પદનું, પછી અર્થનું અને પછી પોતાનામાં રહેલા સિદ્ધ સ્વરૂપનું ધ્યાન; બાલ સૂર્ય અને પછી પૂર્ણિમાના શીતલ ચંદ્રના રૂપમાં, સાક્ષાત્કાર સહિત કરવાનું સમજાવ્યું છે. નવપદની આરાધનામાં બીજા દિવસે સિદ્ધપદની આરાધના કરવાની હોય છે એ માટે ઉપાધ્યાય યશોવિજયજીએ લખેલો નીચેનો દૂહ બોલી સિદ્ધ ભગવંતને નમસ્કાર કરાય છે : રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણ ખાણી રે. એ દિવસે “ઊં હ્રીં નમો સિદ્ધાણં'ની વીસ નવકારવાળી ગણવાની હોય છે. એ દિવસે આઠ કાઉસગ્ગ, આઠ સાથિયા, આઠ પ્રદક્ષિણા અને આઠ ખમાસમણ એ પ્રમાણે વિધિ કરવાની હોય છે. સિદ્ધ ભગવંતના આઠ ગુણ છે. તે પ્રત્યેક ગુણ બોલીને સિદ્ધ ભગવંતને નમસ્કાર કરાય છે, જેમ કે (૧) અનંત જ્ઞાન સંયુતાય શ્રી સિદ્ધાય નમ:, (૨) અનંત દર્શન સંયુતાય શ્રી સિદ્ધાય નમ: (૩) અવ્યાબાદ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમ: (૪) અનંત ચારિત્ર ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૫) અક્ષમ સ્થિતિ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમ: (ક) અરૂપી નિરંજન ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમ: (૭) અગુરુલઘુ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમ: (૮) અનંતવીર્ય ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમ:. એ દિવસે ગોધૂમ (લાલ ઘઉં)ના સાથિયા કરાય છે. શક્તિસંપન્ન વ્યક્તિ આઠ સાથિયા ઉપર આઠ માણેક મૂકે છે. એક ધાનનું આયંબિલ કરનાર ઘઉંની વાનગી વાપરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40