Book Title: Siddh Parmatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 22
________________ ફિર જિનતત્વ (૧૦) લોયગ્ન થભિયાતિવા, (૧૧) લોયગ્ન બુઝમાનતિવા, (૧૨) સવ્વપાણભૂયજીવ સત્ત સુહાવહાતિવા. શ્રી લલિતવિજયજી મહારાજે સિદ્ધશિલાનો પરિચય મનહર છંદમાં પોતે લખેલી નીચેની કાવ્યપંક્તિઓમાં આપ્યો છે : સર્વાર્થસિદ્ધ વૈમાન, ધ્વજાથી જોજન બાર, ઉત્તાન છત્રની પેરે, સિદ્ધશિલા ઠામ છે; લાંબી પહોળી પિસ્તાલીસ લાખ તે જોજન માન, ઈશત્નાભારા” એવું એનું બીજું નામ છે. અર્જુન સુવર્ણ સમ, સ્ફટિક રત્નની પેરે, ઉજ્જવળ ગોદુધ એમ જાણે મોતી દામ છે; છેડે માંખ પાંખ, વચ્ચે જાડી આઠ જજન છે, જોજન અંતે “લલિત’ સિદ્ધનો વિશ્રામ છે. ચૌદ રાજ (રજુ) લોકમય આ સમગ્ર વિશ્વના ૩૪૩ ઘનાકાર રજુ ગણવામાં આવે છે. તેમાં સર્વાર્થ સિદ્ધ વિમાનની ઉપર અલોક સુધીનો શેષ લોકભાગ અગિયાર ધનરજુ જેટલો છે. તેમાં સિદ્ધશિલા આવેલી છે. આ સિદ્ધશિલા સર્વાર્થ સિદ્ધ વિમાનની ધ્વજાની બાર યોજન ઉપર આવેલી છે, આ સિદ્ધશિલાની પરિધિ ૧,૪૨,૩૨૭૧૭ (અથવા ૧,૪૨,૩૦૨૪૯) યોજનની છે. આ સિદ્ધશિલા ઉપર સિદ્ધગતિના જીવો રહે છે. તેઓ સિદ્ધશિલાને અડીને નહીં, પણ ઊંચે રહે છે. કેટલા ઊંચે ? બતાવવામાં આવે છે કે એક જોજનના ચોવીસ ભાગ કરવામાં આવે અને તેના તેવીસ ભાગ છોડીને એટલે કે નીચે મૂકીને, ઉપરના ચોવીસમાં ભાગમાં (અથવા એક કોસના છઠ્ઠા ભાગમાં) સિદ્ધાત્માઓ બિરાજે એ ચોવીસમો ભાગ કેટલો છે ? ૩૩૩ ધનુષ અને ૩૨ આગળનાં માપનો છે. (ઉત્કૃષ્ઠ ૫૦૦ ધનુષ્યના દેહમાનવાળા જીવની અવગાહના પડે તેટલો). માત્ર મનુષ્યગતિમાં જ મુક્તિ છે. માત્ર મનુષ્યગતિમાંથી જ સિદ્ધ ગતિ પ્રાપ્ત થઈ શકે છે. મનુષ્યલોક પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ છે. બરાબર એની ઉપર, લોકના અગ્ર ભાગમાં પિસ્તાલીસ લાખ યોજના પ્રમાણ લાંબી અને પહોળી સિદ્ધશિલા છે. આ વર્તુળાકાર સિદ્ધશિલા મધ્યમાં આઠ યોજન જાડી છે અને ચારે તરફ ઘટતી ઘટતી કિનારે માખીની પાંખ જેટલી પાતળી છે. તેનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40