Book Title: Siddh Parmatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 16
________________ પક જિનતત્ત્વ શાસ્ત્રકાર કહે છે : असरीरा जीवधणा उवउत्ता दंसणे अ नाणे अ । सागारमणागारं लकरवणमेअं तु सिद्धाणं ।। केवलनाणुवउत्ता जाणंती सबभावगुणभावे । पासंति सव्वओ खलु केवल दिट्टीहिडणंताहिं ।। [ અશરીરી (શરીર વિનાના), જીવના પ્રદેશો વડે ધન, દર્શન અને જ્ઞાનમાં ઉપયુક્ત તથા સાકારી અને અનાકારી એ સિદ્ધોનું લક્ષણ છે. તેઓ કેવળજ્ઞાનમાં ઉપયુક્ત હોવાથી સર્વ ભાવોના ગુણપર્યાયને જાણી રહ્યા છે તથા તેને જ અનન્ત એવી કેવળદૃષ્ટિ વડે જોઈ રહ્યા છે. ] સિદ્ધ ભગવંતો અમૂર્ત છે, અદષ્ટ છે. એ દૃષ્ટિએ તેઓ નિરાકારી છે અને તેમની અવગાહના તેમના ચરમ શરીર અનુસાર હોય છે માટે તેઓ સાકારી છે. સિદ્ધ ભગવાનનું વર્ણન કરતાં કહેવાયું છે : અરૂપી, અવિનાશી, નિરંજન, મ્યું આકાશી, અનંત ગુણની રાશિ અકેક પરદેસે છે. અસંખ્ય પ્રદે એમ ઉપયોગ વ્યક્તિ તેમ સ્વભાવ ભોગીએમ સદા પરમાનંદ છે. અચળ, અલખ સિદ્ધ અગમ વિમળ બુદ્ધ નિરાકાર નવિકાર ગુણ ગુણમાં રહે. પરગણે નહીં કદા નિજ ગણે રહે સદા પર્યાય તે ફિરે તદા દ્રવ્ય સ્થિર સિદ્ધ છે. સિરિ સિરિવાલ કહા’માં શ્રી રત્નશેખરસૂરિ કહે છે : जे अ अणंता अपणष्भवाय असरीरया अणाबाधा । दंसण नाणुवउत्ता ते सिद्धा दितु मे सिद्धिं ।। [ જે અનંત છે, અપુનર્ભવ છે, અશરીર છે, અવ્યાબાધ છે, દર્શનશાનથી ઉપયુક્ત છે તે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો. ] જીવવિચાર પ્રકરણમાં કહ્યું છે : सिद्धाणं नत्थि देहो न आउ कम्मं न पाण जोणीओ । साइ अनंता तेसिं ठिइ जिणिंदागमे भणिआ ।। [ સિદ્ધ ભગવંતોને દેહ નથી, આયુષ્ય નથી, કર્મ નથી, દ્રવ્ય પ્રાણ નથી અને યોનિ નથી, તેમની સાદિ અનંત સ્થિતિ જિનેશ્વરના આગમમાં કહી છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40