Book Title: Siddh Parmatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 19
________________ પ૯ સિદ્ધ પરમાત્મા નિર્મળ સિદ્ધશિલાની ઉપરે જોયણ એક લોગત, આદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિદ્ધ પ્રણામો રંગ રે. તેરમે -- સયોગી કેવલીના — ગુણસ્થાનકેથી જીવ ચૌદમા અયોગી કેવલીના ગુણ સ્થાનકે પહોંચે છે ત્યારે અંત સમયે યોગનિરોધ અને શૈલેશીકરણ કરવાને કારણે તેના એ ચરમ શરીરમાં નાસિકાદિ છિદ્રોવાળી, પોલાણવાળી જગ્યામાં આત્મપ્રદેશો ધન બનતાં શરીરનો એક તૃતીયાંશ જેટલો ભાગ ઓછો થાય છે અને બે તૃતીયાંશ જેટલી થયેલી આત્મજ્યોતિ સીધી ઊર્ધ્વગમન કરી સિદ્ધશિલાની ઉપર પહોંચે છે. એમાં કેટલી વાર લાગે છે ? જીવ બીજા જ સમયે ત્યાં પહોંચી જાય છે. વચ્ચે એક સમયનું પણ આંતરું પડતું નથી. મુક્તાત્મા અસ્પૃશદ્ ગતિએ ત્યાં પહોંચે છે. એક પણ આકાશ પ્રદેશને સ્પર્શ કર્યા વિના તે જાય છે. (જો સિદ્ધાત્મા એક એક આકાશપ્રદેશને એક સમય” જેટલો અલ્પતમ કાળ સ્પર્શીને સાત રાજલોક ઉપર જાય તો તેમ કરવામાં અસંખ્યાત અવસર્પિણી અને ઉત્સર્પિણી જેટલો કાળ સિદ્ધશિલા ઉપર પહોંચતાં લાગે) સ્પર્શ કરવાનું તેમને હવે કોઈ પ્રયોજન કે કારણ હોતું નથી. સંસારી જીવો એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે તો તેને લઈ જનાર કર્મ છે. પરંતુ મુક્તિ પામનાર જીવોને તો કોઈ જ કર્મ રહ્યાં નહીં તો તેમની ઊર્ધ્વગતિ કેવી રીતે થઈ શકે ? એનો ઉત્તર એ છે કે દેહરહિત વિશુદ્ધ આત્માનો સ્વભાવ ઊર્ધ્વગતિ કરવાનો છે. “તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે : पूर्वप्रयोगादसंगत्वाद् बन्धछेदात्तथागतिपरिणामाच्च । आबिद्धकुलालचक्रव्यपगतले पालाबुवदे रण्डबीज वदग्निशिरवावच्च । આ સૂત્રમાં સિદ્ધોની ઊર્ધ્વગતિ માટે ચાર હેતુ અને દૃષ્ટાંત દર્શાવવામાં આવ્યાં છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ઉપરની કડીમાં શાસ્ત્રાનુસાર આ ચાર કારણનો નિર્દેશ કર્યો છે. (૧) પૂર્વપ્રયોગ, (૨) ગતિપરિણામ, (૩) બંધનછેદ અને (૪) અસંગ. “વિશેષાવશ્યક ભાષ્યમાં પણ આ ચાર હેતુઓ સમજાવવામાં આવ્યા છે, અને તેનાં દૃષ્ટાંતો આપવામાં આવ્યાં છે. (૧) પૂર્વપ્રયોગ – એ માટે બાણની ગતિ અથવા કુંભારના ચાકડાની ગતિનું દૃષ્ટાંત આપવામાં આવે છે. ધનુષ્યમાંથી બાણ છૂટીને ગતિ કરે છે, પણ તે પૂર્વે કશુંક કરવામાં આવ્યું હોય તો જ બાણ છૂટે, બાણ છોડતાં પહેલાં ધનુષ્યની પણછ ખેંચવામાં આવે છે. એથી ધનુષ્ય પણ વાંકું વળે છે અને પણછ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40