Book Title: Siddh Parmatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 9
________________ સિદ્ધ પરમાત્મા ૪૯ પોતાની તેવી શક્તિ કદી ફોરવતા નથી કારણ કે પુદગલ સાથેની પ્રવૃત્તિ હવે તેમને રહેતી નથી. વળી તેઓને તેમ કરવાનું કોઈ પ્રયોજન હોતું નથી. આ શકિતથી જ તેઓના આત્મિક ગુણોમાં જરા પણ પરિવર્તન થતું નથી. શ્રી જ્ઞાનવિમલસૂરિ નવકાર ભાસમાં નવકાર મંત્રના બીજા પદનો મહિમા વર્ણવતાં સિદ્ધ પરમાત્માના આઠ ગુણ આઠ કર્મના ક્ષયથી પ્રગટ થાય છે તે દર્શાવતાં લખે છે : નમો સિદ્ધાણં બીજે પદે રે લોલ, જેહમાં ગુણ છે આઠ રે. શુકલ ધ્યાન અનલે કરી રે લોલ, કેવળજ્ઞાન અનંત રે. દર્શનાવરણ ક્ષયથી થયો રે લોલ, કેવલ દર્શન કંત રે. અખય અનંત સુખ સહજથી રે લોલ, વેદની કર્મનો નાશ કરે. મોહની કર્મે નિરમતું રે લાલ, ક્ષાયિક સમક્તિ વાસ રે. અખયથિતિ ગુણ ઉપનો રે લાલ. આયુકર્મ અભાવિ રે. નામકર્મક્ષયે નીપનો રે લોલ, રૂપાદિક ગત ભાવ રે. અગુરુલઘુગુણ ઉપનો રે લાલ. ન રહ્યો કોઈ વિભાવરે. ગોત્ર કર્મક્ષયે નીપનો રે લોલ, નિજ પર્યાય સ્વભાવ રે. અનંતવીર્ય આતમતણું રે લાલ, પ્રગટ્ય અંતરાય નાસ રે. આઠ કર્મ નાશ થયો રે લોલ, અનંત અખય સુખવાસ રે. સિદ્ધ પરમાત્માના આ જ આઠ ગુણ કેટલાક ભિન્ન શબ્દો દ્વારા દર્શાવવામાં આવે છે. ઉ. ત. सम्मतणाण-दसण-वीर्य सुहुम तहेव अवगहणं । अगुरुलधु अव्वाबाह्या अट्ट गुणा होंति सिद्धाणं ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40