Book Title: Siddh Parmatma Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 7
________________ ૪૭ સિદ્ધ પરમાત્મા अतुल सुख संपन्नः विदेहा अजरामर: भवे जन्मे कुतस्तेषां कर्मचीजं न विद्यते ।। [ જેમણે શુકલધ્યાનરૂપી અગ્નિ વડે આઠે કર્મોનો સંપૂર્ણ ક્ષય કર્યો છે, જેઓ ચિદાનંદમય સ્વરૂપ બન્યા છે, જેઓ મુક્ત થયા છે, જેમણે સર્વ પ્રયોજનો સિદ્ધ કર્યા છે, તે સિદ્ધ પરમાત્મા છે. જેઓ અતુલ સુખને પામ્યા છે, જેઓ દેહરહિત છે, જેઓ અજર અને અમર છે, જેમને હવે કર્મરૂપી કોઈ બીજ રહ્યું નથી એવા સિદ્ધ પરમાત્માનો સંસારમાં હવે ફરીથી જન્મ ક્યાંથી થાય ? ] સિરિસિચિવાલકહા'માં કહ્યું છે તે પ્રમાણે સિદ્ધ ભગવંતો અનંત ગુણવાળ અથવા એકત્રીસ ગુણવાળા અથવા આઠ ગુણવાળા તથા અનંત ચતુષ્કયવાળા છે. जेषणंतगुणा विगुणा इगतीस गुणा अ अहव अट्ठगणा । सिद्धाणंत चउक्का ते सिद्धा दितु मे सिद्धिं ।। સિદ્ધ પરમાત્માના આઠ મુખ્ય ગુણ નીચે પ્રમાણે છે : (૧) અનંત જ્ઞાન, (૨) અનંત દર્શન, (૩) અનંત સુખ (અવ્યાબાધ સુખ), (૪) અનંત ચારિત્ર (ક્ષાયિક સમ્યકત્વ) (૫) અક્ષય સ્થિતિ, (૬) અરૂપીપણું, (૭) અગુરુલઘુ અને (૮) અનંત વીર્ય. આ આઠ ગુણમાંથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વિર્ય એ ચાર ગુણને અનંત ચતુષ્ક (ચતુષ્ટય) તરીકે ઓળખવામાં આવે છે. સિદ્ધ ભગવંતનો કયો ગુણ કયા કર્મના સંપૂર્ણ ક્ષયથી પ્રગટ થાય છે તે જોઈએ : (૧) અનંત જ્ઞાન – જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આત્માને કેવળજ્ઞાન – અનંતજ્ઞાન પ્રગટ થાય છે. આ ગુણથી લોકાલોકના સમસ્ત સ્વરૂપને જાણી શકાય છે. (૨) અનંત દર્શન-દર્શનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આત્માને કેવળ દર્શન પ્રગટ થાય છે. આ ગુણથી લોકાલોકના સ્વરૂપને સામાન્ય ધર્મથી જોઈ શકાય છે. (૩) અવ્યાબાધ દશા – વેદનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આ ગુણથી સર્વ પ્રકારની પીડાથી રહિતપણું-નિરુપાધિકપણું પ્રાપ્ત થાય છે. અવ્યાબાધ સુખમય સ્થિતિ પ્રાપ્ત થાય છે. પુદ્ગલના સંયોગથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40