Book Title: Siddh Parmatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 13
________________ સિદ્ધ પરમાત્મા ૫૩ અહીં અરિહંત ભગવાનનો “સિદ્ધમાં સમાવેશ કર્યો હોવાથી સિદ્ધના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) ભાષક સિદ્ધ એટલે જેઓ બોલતા હોય, વાણીનો ઉપયોગ દેશના આપવા માટે કરતા હોય તે. અરિહંત ભગવાનનું અંતિમ લક્ષ્ય સિદ્ધગતિનું હોય છે અને તીર્થંકર પદ પૂર્ણ થતાં તેઓ તે જ ભાવમાં ભવિષ્યમાં સિદ્ધગતિ અવશ્ય પામવાના જ છે માટે તેમને ભાષક સિદ્ધ તરીકે ઓળખવામાં આવ્યા છે. (૨) અભાષક સિદ્ધ એટલે આઠે કર્મોનો ક્ષય કરીને જેઓ અશરીરી બન્યા છે અને જેમને હવે બોલવાનું રહેતું નથી તે સિદ્ધ ભગવંતો. અરિહંત પરમાત્માની પ્રતિમા-પૂજા તેમના સિદ્ધ સ્વરૂપે જ કરવાની હોય છે. અરિહંત પરમાત્મા તીર્થ પ્રવર્તાવ્યા પહેલાં, કેવળજ્ઞાન પૂર્વે, ઊઠતાં, બેસતાં, ચાલતાં એમ વિવિધ સ્થિતિમાં વિવિધ આકારે જોવા મળે અને તીર્થ પ્રવર્તાવ્યા પછી પણ વિવિધ આકારે જોવા મળે. પરંતુ તેઓ ફક્ત પર્યકાસને અથવા કાયોત્સર્ગ મુદ્રાએ જ નિર્વાણ પામે, સિદ્ધગતિ પામે. એટલે તીર્થંકર ભગવાનની પ્રતિમા આ બે અવસ્થામાં જ હોય. તીર્થંકર ભગવાન સમવસરણમાં પાદપીઠ ઉપર પગ રાખીને દેશના આપતા હોય છે, તો પણ તેમની પ્રતિમા પૂજા તો તેમના સિદ્ધ સ્વરૂપે જ કરવામાં આવે છે. જે તીર્થંકર ભગવાન હજુ નિર્વાણ નથી પામ્યા એવા વીસ વિહરમાન જિનેશ્વરોની તથા અનાગત તીર્થકરોની પ્રતિમા પણ નિર્વાણમુદ્રામાં જ કરવામાં આવે છે. આમ, બધી દૃષ્ટિએ વિચારતાં અરિહંત અને સિદ્ધ એ બે પદ લગભગ એકબીજાના પર્યાય જેવાં હોવાથી નવકારમંત્રમાં અરિહંત પરમાત્માને પ્રથમ નમસ્કાર કરાય તે જ સર્વથા ઉચિત છે. જગતના જીવોમાં કર્મની વિચિત્ર લીલાને કારણે અનંત પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે, એમાં એટલી જ અસમાનતા, વિષમતા, વિચિત્રતા રહેલી છે. સિદ્ધ દશામાં સર્વ જીવો સમાન છે. તીર્થકર ભગવાન સિદ્ધ થાય કે સામાન્ય કેવલી સિદ્ધ થાય, તેમની સિદ્ધ દશામાં ઊંચનીચપણું કે અસમાનતા નથી. વ્યવહારમાં દાખલો આપવામાં આવે છે કે જેમ રાજા અને ભિખારીના જીવનમાં આભજમીનનો ફરક હોય છે, પરંતુ મૃત્યુ પામ્યા પછી ચિતા પર ચડેલાં બંનેનાં શબ વચ્ચે એવું કોઈ અંતર નથી તેમ જુદા જુદા જીવો ગમે તે પ્રકારનાં જન્મમરણ કરીને આવ્યા હોય અથવા ગમે તે ભેદે સિદ્ધગતિ પામ્યા હોય, પણ સિદ્ધ દશામાં તેઓ બધા સરખા જ છે. તેઓ સર્વ સરખું જ શિવસુખ અનુભવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40