Book Title: Shu Vaat Karo Cho
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 9
________________ ઘંટીને ઘઉં અને બંટી, બંને સરખા ઉંમર ખય્યામની આ પંક્તિઓ : ‘શું કુબે૨ો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે. કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે. હર પ્રભાતે ચેતવે છે કુકડાઓની પુકાર જો ઉષાનાં દર્પણે, તારા જીવન કેરો ચિતાર. જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ? ડેમ તૂટે, આખા શહેરમાં પાણી ફરી વળે, તમે એ પાણીની વચ્ચે ફસાઈ ગયા હો અને છતાં તમારો વાળ પણ વાંકો ન થાય એ બની શકે. તમે જે ઘરમાં રહ્યા હો એ આખું ય ઘર ભૂકંપના ઝાટકામાં તૂટી પડે અને છતાં એ ઘરમાંથી તમે હસતા હસતા બહાર નીકળી જાઓ એ બની શકે, જે વિમાનમાં તમે મુસાફરી કરી રહ્યા હો એ વિમાન રન-વે પર ઊતરતાં સળગી જાય અને છતાં તમારો ચમત્કારિક બચાવ થઈ જાય એ બને. પણ કર્મસત્તાની ઘંટીમાં જો તમારો પ્રવેશ થઈ ગયો હોય તો એ ઘંટીમાં પિસાઈ જતા તમે બચી શકો એવી કોઈ જ શક્યતા નહીં, પછી ભલે તમે કરોડપતિ છો કે વડાપ્રધાન છો, ભલે તમે રાષ્ટ્રપતિ છો કે ઑલિમ્પિક ચૅમ્પિયન છો, ભલે તમે અસરકારક વક્તા છો કે ખ્યાતનામ લેખક છો, ભલે તમે જગમશહૂર છો કે લશ્કરના સરસેનાધિપતિ છો. એક વાત કરું ? કર્મસત્તાની ઘંટીમાં જે પણ જીવોનો પ્રવેશ થઈ ચૂક્યો હોય છે એ જીવો પર કર્મસત્તા ત્રણ પ્રકારના અત્યાચારો કરીને જ રહે છે. પ્રથમ નંબરનો અત્યાચાર છે, રોગનો. ક્રિયા હસ્તમેળાની ચાલતી હોય અને કર્મસત્તા શરીરને લકવાગ્રસ્ત બનાવી ૧૭ દે. હાથ ચેક પર સહી કરવામાં વ્યસ્ત હોય અને કર્મસત્તા બ્રેઈન હેમરેજના શિકાર બનાવી દે. ૫૦ લાખની ગાડીમાં સ્ટીઅરિંગ વ્હીલ પર તમે બેઠા હો અને ત્યાં જ તમારું લોહીનું દબાણ કર્મસત્તા નીચું લાવી દે. પણ, ચમત્કાર સર્જાઈ જાય અને રોગના શિકાર બનતા બચી જવામાં તમે સફળ બની પણ જાઓ તો કર્મસત્તા તમને બીજા નંબરના અત્યાચારના શિકાર બનાવી દે. એ અત્યાચારનું નામ છે, વૃદ્ધાવસ્થા. સમય પસાર થાય અને તમારે ચાલવા માટે હાથમાં લાકડી પકડવી જ પડે. નજીકનું જોવા માટે પણ ચશ્માં વિના તમને ન ચાલે. તમારી પત્ની પણ તમારા દ્વારા બોલાયેલ શબ્દોને સાંભળી ન શકે. પથારીમાંથી બેઠા થવા ય તમારે કોકનો ટેકો લેવો જ પડે. પણ, કદાચ આ અત્યાચારથી બચી જવામાં ય તમે કર્મસત્તાને શિકસ્ત આપી શકો પરંતુ કર્મસત્તાનો એક ત્રીજા નંબરનો અત્યાચાર છે, મોત. એનાથી બચી જવામાં તો આ જગતના કોઈ પણ ચમરબંધીને સફળતા મળી શકે તેમ નથી. ઉંમર તમારી વીસ વરસની હોય ત્યારે ય તમે મોતના શિકાર બની શકો છો તો નેવું વરસની વયે પહોંચ્યા પછી ય તમે મોતના મુખમાં હોમાઈ શકો છો. માતાના પેટમાં હો ત્યારે ય કર્મસત્તાની આ ઘંટી તમને પરલોકમાં રવાના કરી શકે છે તો તમે પર્વતારોહણ કરતા હો ત્યારે ય કર્મસત્તાની આ ઘંટી તમારા અસ્તિત્વને નામશેષ કરી શકે છે. એક જ વિકલ્પ છે. જીવન એવું જીવીએ કે આ ઘંટી સામે ચડીને આપણને પોતાનામાં પ્રવેશ આપવાની ના પાડી દે ! ૧૮

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51