Book Title: Shu Vaat Karo Cho Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 7
________________ ગોર પરણાવી આપે પણ ઘર ચલાવી ન આપે પ્રહ્લાદ પારેખની આ પંક્તિઓ : આપણે ભરોસે આપણે હાલીએ હો ભેરુ મારા આપણે ભરોસે આપણે હાલીએ. બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી સાગર મોઝારે ઝુકાવીએ. આપણા વહાણનાં સઢ ને સુકાનને આપણે જ હાથે સંભાળીએ. કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે કોણ લઈ જાય સામે પાર ? એનો કરવૈયો કો આપણી બહાર નહીં આપણે જ આપણે છઈએ હો ભેરુ મારા આપણે ભરોસે આપણે હાલીએ. હા, અધ્યાત્મ જગતની યાત્રાનું આ જ નગ્ન સત્ય છે. પ્રભુ તરફથી તમને માર્ગ મળી શકે છે. ગુરુ તરફથી તમને સમ્યક્ જ્ઞાનનો પ્રકાશ મળી શકે છે. સાધના માર્ગે આગળ ધપી રહેલા સાધકો તરફથી તમને પ્રેરણા, પ્રોત્સાહન અને આલંબન મળી શકે છે પણ મંજિલે પહોંચવા માટે કદમ તો તમારે જ ઉપાડવા પડે છે. એ માર્ગ પર આવતાં કષ્ટોને ઘોળીને પી જવાનું સામર્થ્ય તો તમારે જ દાખવવું પડે છે. એ માર્ગ પર ચાલતા ચાલતા તમે કદાચ પડી પણ જાઓ તો ય - જંગલમાં પડી જતા હાથીને જેમ પોતાની મેળે જ ઊભા થવું પડે છે તેમ - તમારે તમારી મેળે જ ઊભા થઈ જવું પડે છે. આ વાસ્તવિકતા એક અપેક્ષાએ સુખદ પણ છે તો એક અપેક્ષાએ દુ:ખદ પણ ૧૩ છે. સુખદ એટલા માટે કે પરિબળો ગમે તેટલાં પ્રતિકૂળ હોય, તમારી ચારે ય બાજુ દુશ્મનોની ફોજ હોય, સ્વજનો તમારા સર્વથા બેવફા હોય છતાં તમે પોતે જો અધ્યાત્મના માર્ગે આગળ વધવા માગો છો તો તમને એમાં કોઈ પરિબળ પ્રતિબંધક બની શકે તેમ નથી. અને દુઃખદ એટલા માટે કે પ્રભુ ખુદ તમારી સન્મુખ ઉપસ્થિત હોય, ગુરુદેવ ખુદ તમારા પર કૃપાનો ધોધ વરસાવી રહ્યા હોય, એક એકથી ચડિયાતાં શુભ આલંબનો અને શુભ નિમિત્તો તમને ઉપલબ્ધ હોય પણ તમને પોતાને જો અધ્યાત્મના માર્ગ પર રુચિ ન હોય, એ માર્ગ પર કદમ માંડવાનો તમારા ખુદના અંતરમાં જો કોઈ ઉત્સાહ ન હોય તો એમાંના એક પણ ઉત્તમ કે અનુકૂળ પરિબળો તમને અધ્યાત્મના માર્ગ પર ચાલવા તૈયાર કરી શકતા નથી. તો કરવું શું ? આ જ. આપણે ખુદે મજબૂત બની જવું. હસ્તમેળાપની ક્રિયા કરાવીને ગોર તો ઘર ભેગો થઈ જાય પણ પતિ-પત્ની પાસે જો સત્ત્વ ન હોય, સમાધાનવૃત્તિ ન હોય, સાહસ ન હોય તો એમનું દામ્પત્યજીવન કોઈ પણ પળે તૂટી ગયા વિના ન જ રહે. બસ, એ જ ન્યાયે ગુરુદેવ તો સમ્યક્ સમજનો પ્રકાશ આપીને આપણા અંતરમાં અધ્યાત્મનું આકર્ષણ ઊભું કરી આપે; પરંતુ જો સાધના અંગેનું સત્ત્વ ન હોય આપણી પાસે, સમર્પણભાવનું સ્વામિત્વ ન હોય આપણી પાસે, કર્મોના વિપાકોની જરૂરી સમજ ન હોય આપણી પાસે તો અંતરમાં પ્રગટેલું અધ્યાત્મનું આકર્ષણ કોઈ પણ પળે ખતમ થઈ ગયા વિના ન રહે. ન ટૂંકમાં, દાયણ પ્રસૂતિ કરાવી આપે પણ પ્રસૂતિનાં કષ્ટો તો માતાએ જ વેઠવા પડે. આ હકીકતનો સંદેશ સ્પષ્ટ છે. ૧૪Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51