Book Title: Shu Vaat Karo Cho
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 24
________________ પથ્થરને બચકું ભરે તો પોતાના દાંત પડે હિતેન આનંદપરાની આ પંક્તિઓ : ઝાઝું નજીક નહીં જાવું, કોઈની ઝાઝું નજીક નહીં જાવું. પાછળથી શાને પસ્તાવું ? અંતર એક અદકેરું જાળવતાં આવડે તો સંબંધો ફૂલે નહીં, ફાલે એક-બે જણ ખાલી સોંસરવા રાખીને બાકીને રામરામ ચાલે. મોઘેરી લાગણીનાં કરવાં જતન, નાહકનું શાને પસ્તાવું? કોઈની ઝાઝું નજીક નહીં જાવું, પાછળથી શાને પસ્તાવું? ઈશ્વર સિવાય કોઈ સર્જક નથી આ માણસ તો ખાલી વચેટિયો આઘેથી ઊંચા પહાડ જેવો લાગે ઓરા જાઓ તો સાવ વ્હેતિયો સર્જકને માન, એના સર્જનને માન, વચેટિયામાં નાહક અટવાવું કોઈની ઝાઝું નજીક નહીં જાવું, પાછળથી શાને પસ્તાવું? કોણ જાણે કેમ પણ માણસ જરાય લાંબુ જોઈ શકતો નથી, લાંબું જોવા એ તૈયાર જ નથી. શરીરમાં પ્રગટ થઈ ગયેલ તાવ દૂર કરવા એ તૈયાર થઈ જાય છે પણ એ તાવ છાતીમાં જામ થઈ ગયેલ કફના કારણે આવ્યો છે અને છાતીમાં કફ શ્રીખંડ અને દહીંવડા ખાવાથી જામ થયો છે અને સમજવા-સ્વીકારવા એ તૈયાર જ થતો નથી. પરિણામ એ આવે છે કે દવાઓના સેવનથી તાવ એકવાર દૂર થઈ પણ જાય છે તોય એનાં કારણો શરીરમાં પડ્યા રહ્યા હોવાથી મામૂલી પણ નિમિત્ત મળે છે અને શરીર પુનઃ તાવગ્રસ્ત બની જાય છે. સંદેશ સ્પષ્ટ છે. લક્ષણ સાથે લડવાથી કોઈનુંય ઠેકાણું પડ્યું નથી અને પડવાનું પણ નથી. ઠેકાણું જો સાચે જ પાડવું છે તો લક્ષણ સામે નહીં પણ કારણ સામે લડવાની જરૂર છે. ખુરશી સાથે ટકરાઈ જવાથી બાબા પડી જાય છે અને રડવા લાગે છે ત્યારે. બાબાના સંતોષ ખાતર મમ્મી ભલે ખુરશીને હળવા હાથે લાફો લગાવી દેતી હોય છે પરંતુ એ વખતે ય મમ્મીને બરાબર ખ્યાલ હોય છે કે આમાં દોષ બાબાનો જ છે, ખુરશીનો જરાય નથી. બાબો જો જોઈને ચાલ્યો હોત તો ખુરશી સાથે એનું ટકરાવાનું ન જ બન્યું હોત ! અજ્ઞાની માણસ દુઃખના સમયમાં જ્યારે નિમિત્ત પર જ તુટી પડતો હોય છે ત્યારે જ્ઞાની અને આ જ સમજાવવાનો પ્રયાસ કરે છે કે “દોસ્ત, તારા દુઃખમાં નિમિત્તની કોઈ જ જવાબદારી નથી. જે પણ જવાબદારી છે એ “કારણ'ની જ છે અને એ કારણ તું પોતે જ છે. તારી જ ગલત વિચારણા, તારા જ ગલત ઉચ્ચારણો અને તારો જ ગલત વ્યવહાર, એણે જ દુઃખોને આમંત્રણ આપી દેવાનું કામ કર્યું છે. તું જો સાચે જ તારા ભાવિને દુઃખમુક્ત રાખવા માગે છે તો તું તારા જ વિચાર-વાણી-વ્યવહારને સુધારી લે. એ સિવાય દુઃખોને તારાથી દૂર રાખવાનો બીજો કોઈ સમ્યક ઉપાય જ નથી.’ યાદ રાખજો , હાડકાને બટકા ભરવાથી લોહી કૂતરાના મોઢામાંથી જ નીકળતું હોવા છતાં કૂતરો એમ માનતો હોય છે કે લોહી હાડકામાંથી જ નીકળી રહ્યું છે અને એના કારણે એ વધુ જોરથી હાડકાને બટકા ભરતો ભરતો આખરે મોતના શરણે ચાલ્યો જતો હોય જો નિમિત્તને જ આપણે જીવનભર બટકા ભરતા રહેશું તો આપણી હાલત તો કૂતરા કરતાં ય બદતર થઈ જશે. હાડકાને બટકા ભરતો કૂતરો તો મોતને જ ભેટે છે જ્યારે નિમિત્તને જ બટકા ભરતા આપણે તો દુર્ગતિમાં રવાના થઈ જશે. સાવધાન ! ૪૯

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51