Book Title: Shu Vaat Karo Cho
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 38
________________ વધુ દુનિયા જેનારો ઘણું જૂઠું બોલે છે કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ : માણસ કરતાં મંદિરના થાંભલાઓ મને કેમ આટલા બધા જીવંત લાગે છે ? થાંભલાઓ વૃક્ષની જેમ એક સ્થાને ઊભા રહી શકે છે અને એકમેકની વચ્ચે અવકાશ રાખીને સ્પર્ધા-ઈર્ષ્યા કર્યા વિના સંબંધનું ગૌરવ કરી શકે છે. ‘અભી બોલા, અભી ફોક” એમ સત્યને જૂઠમાં અને જૂઠને સત્યમાં ફેરવવાનું કાવતરું સ્તંભો નથી કરતા. સમય જાય છે અને કાચી કેરી, પાકી કેરીમાં રૂપાંતરિત થઈ જાય છે. સમય જાય છે અને કાચી ઇટ, વધુ મજબૂત ઇટમાં રૂપાંતરિત થઈ જાય છે. સમય જાય છે અને નબળું મન, વધુ મજબૂત મનમાં રૂપાંતરિત થતું જાય છે પણ દુઃખદ આશ્ચર્ય આજના કાળનું એ છે કે ઓછું ભણેલો માણસ, વધુ ભણ્યા પછી વધુ ચાલાક, વધુ કપટી, વધુ માયાવી, વધુ ચાલબાજ, વધુ જૂઠો અને વધુ ક્રૂર બનતો જાય છે. આ વિધાનમાં શંકા પડતી હોય તો તમે જોઈ જજો આજના વૈજ્ઞાનિકોને, ડિગ્રીધારીઓને, રાજનેતાઓને, સ્નાતકોને, પ્રોફેસરોને, પ્રિન્સિપાલોને, ન્યાયાધીશોને, ડૉક્ટરોને, વકીલોને અને ઑફિસરોને. આ જગતને બગાડવામાં એમનો ફાળો જેટલો રહ્યો છે એટલે ફાળો નિરક્ષરોનો, અભણોનો કે ગમારોનો નથી જ રહ્યો. તેઓએ શોધ્યા છે જગતને સેંકડો વખત ખતમ કરી શકે એવાં વિનાશક શસ્ત્રો, તેઓએ સર્જ્યો છે એક જ દિવસમાં કરોડો નિર્દોષ અને અબોલ પશુઓને મોતને ઘાટ ઉતારી દેતાં આધુનિક યાંત્રિક કતલખાનાંઓ. તેઓનાં ભેજામાંથી નીકળી છે લાખો યુવતીઓને શરીરને પ્રદર્શનની ચીજ બનાવી દેવા લાલાયિત કરતી સૌદર્યસ્પર્ધાઓ. જમીનને વાંઝણી બનાવી દેતાં રાસાયણિક ખાતરો જગતના ચોગાનમાં એ લોકોએ મૂક્યા છે. ચારેય બાજુ વિલાસનાં નગ્ન નૃત્યો ચોવીસે ય કલાક ચાલતા રહે એવા સ્થાનોના સર્જન તેઓએ કર્યા છે. આટલું ઓછું હોય તેમ જગત આખામાં તેઓ સાક્ષરતા અભિયાન ચલાવી રહ્યા છે ! | ‘નિરક્ષરતા એ અભિશાપ છે, ગરીબી કરતાં ય વધુ ભયંકર નિરક્ષરતા છે' આવા બણગા ફૂંકતા રહીને તેઓ નિર્દોષ નિરક્ષરોને પોતાના જેવા બદમાસ બની જવાના માર્ગે ઢસડી રહ્યા છે. માખણ જેવું કોમળ દિલ ધરાવતા અભણોને રાક્ષસી દિલ ધરાવવાના માર્ગે તેઓ ધકેલી રહ્યા છે. જરૂર નિરક્ષરોને સાક્ષર બનાવી દેવાની આજના કાળે એટલી નથી જેટલી સાક્ષરોને સંસ્કારી બનાવી દેવાની છે. વર્તમાન જગતની રાક્ષસી સમસ્યાઓ નિરક્ષરતાને એટલી આભારી નથી પરંતુ સંસ્કારહીનતાને વધુ આભારી છે. આ જગતને રહેવા લાયક બનાવવાનો સૌથી વધુ યશ સાક્ષરોના ફાળે નથી જતો પરંતુ સંસ્કારીઓના ફાળે જાય છે. ‘વધુ દુનિયા જોનારો વધુ જૂઠ બોલે છે' આ વિધાનમાં લેશ અતિયશોક્તિ લાગતી નથી, કારણ કે વધુ દુનિયા જોનારાઓમાં શ્રીમંતો, સત્તાધીશો અને બુદ્ધિમાનો જ વધુ રહેવાના અને એમની પાસે સત્ય બોલવાની આશા રાખવાનો કોઈ જ અર્થ નથી. કપ

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51