Book Title: Shu Vaat Karo Cho
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 12
________________ જમને માળવો દૂર નથી NL ૧-૨-૩-૪-૫ નાના હતા ત્યારે સ્લેટ-પેન લઈ આંકડા ગણતા'તા. ૧-૨-૩-૪-૫. હેજ થયા મોટા: ને રાહ જોવામાં મિનિટો ગણતા'તા. ૧-૨-૩-૪-૫. વળી થયાં મોટાં : વળગ્યા પળોજણનાં પોટલાં ગણ્યાં, તો ગણતા રહ્યાં. ૧-૨-૩-૪-૫. ને છેલ્લે એટલાં થયાં મોટાં કે લગભગ ખોટા ! દિવસો ગણતા'તા. ૧-૨-૩-૪-૫. હા. કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ એટલું જ કહે છે કે મોત આવે જ છે. એને માટે કોઈ સ્થાન દૂર નથી. એને માટે કોઈ હોદ્દો મહત્ત્વનો નથી. એને માટે કોઈ ઋતુ અગત્યની નથી. એને માટે કોઈ અવસ્થા મહત્ત્વની નથી. તમે એને ‘રુક જાઓ” કહી શકતા નથી. ‘વિલંબમાં એ સમજતું નથી. નોટિસ આપીને એ આવતું નથી. કમૂરતા એને નડતા નથી. હીલ સ્ટેશનની શરમ એ રાખતું નથી. તમારા લગ્નના પ્રથમ દિવસે ય એ તમને લઈ જવા આવી શકે છે તો વડાપ્રધાન પદની સોગંદવિધિ ચાલતી હોય ત્યારે સીધા સ્ટેજ પરથી ય એ તમને લઈ જઈ શકે છે. ટૂંકમાં, આવવાનો સમય સર્વથા અનિશ્ચિત અને છતાં આવવાનું સો ટકા નિશ્ચિત. એવું કોઈ એક જ પરિબળ આ જગતમાં જો કોઈ હોય તો એ પરિબળનું નામ છે મોત. શરીર પર યુવાવસ્થા કદાચ ન પણ આવે, વાતાવરણમાં ઉનાળાની ઋતુ કદાચ ન પણ આવે, જીવનમાં કદાચ દુ:ખો ન પણ આવે પણ મોત ? આવે, આવે ને આવે જ. જવાબ આપો. માન ન માન, મગર મેં તેરા મહેમાન” નું પ્રતિનિધિત્વ ધરાવી રહેલા આ મોતને આવકારવા આપણે તૈયાર ખરા? મંજિલ આવતા જે સહજતાથી ગાડી છોડી દઈએ છીએ એ જ સહજતાથી સમય થતાં જીવનને છોડી દેવા આપણે તૈયાર ખરા? ફાટી ગયેલ વસ્ત્રો બદલી દેતા જે પ્રસન્નતા અનુભવાય છે એવી જ પ્રસન્નતા જીર્ણ શરીર છોડતી વખતે અનુભવાશે જ એવું છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં આપણે ખરા ? કદાચ આ તમામ પ્રશ્નોનો જવાબ છે, ‘ના’. કારણ? આ એક જ. હાથમાં જે જીવન છે એ સારી રીતે જીવાઈ રહ્યું હોય એવું આપણને લાગતું નથી અને એટલે જ આ જીવનની સમાપ્તિ વખતે આપણે સ્વસ્થતા અનુભવી શકશું જ એવું આપણું અંતઃકરણ કહેવા તૈયાર નથી. શું કહ્યું? જે મોતને આપણે આવતું રોકી શકવામાં સફળ નથી જ બનવાના એ દિશામાં આપણે જબરદસ્ત પ્રયત્નશીલ છીએ અને આવનારા મોતને મંગળમય બનાવી દેવાની તાકાત જે સુંદર જીવનશૈલીમાં છે એ સુંદર જીવનશૈલી આપણને હાથવગી છે છતાં એ દિશામાં આપણે સર્વથા બેદરકાર છીએ! અથાણું બગડે છે તો વરસ જ બગડે છે; પરંતુ મોત બગડે છે તો કદાચ અનંતકાળ બગડી શકે છે એ કટુ સત્ય આપણે ક્યારે આંખ સામે રાખશું?

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51