Book Title: Shu Vaat Karo Cho
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 17
________________ ઠોકરો ખાતા હોશિયાર થવાય ક્યાંક વાંચવામાં આવી હતી આ પંક્તિઓ : ‘જ્યારે મનુષ્યની સામે મુશ્કેલીઓ હોય છે, જ્યારે તે પ્રતિકૂળતાઓનો સામનો કરે છે ત્યારે તેની લાગણીઓનું ઘડતર થઈ શકે છે. મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢવા, સંઘર્ષ કરી જીવન જીવતાં અનાયાસ તેનો મન પરનો સંયમ કેળવાય છે. આ જ કારણસર કદાચ ગામડાંના કે પહાડી વિસ્તારના મનુષ્યો પ્રમાણમાં વધુ શાંત, પ્રસન્ન અને પરિપક્વ લાગતા હોય છે. આના પરથી એવું તારણ પણ નીકળે કે કેવળણીનો મર્મ છેવટે યોગ્ય, ક્રમિક મુશ્કેલીઓ દ્વારા લાગણીઓનું ક્રમશઃ ઘડતર પોષવામાં છે. મનુષ્યના આત્મવિશ્વાસને વિકસાવવાનો આ જ રાહ હોઈ શકે. દીવાલ ચાહે પથ્થરની છે કે દિલની છે, એક વાક્ય એના પર ખાસ કોતરી રાખવાની જરૂર છે કે ‘સુખ બધાય સારા જ નથી તો દુઃખ બધાય ખરાબ પણ નથી.’ કેટલાંક સુખો એવા છે કે જે સુખો માણસને ક્રૂર બનાવે છે, કૃતઘ્ની બનાવે છે અને કૃપણ બનાવે છે જ્યારે કેટલાંક દુઃખો એવા છે કે જે દુઃખો માણસને શુદ્ધ બનાવે છે, નમ્ર બનાવે છે અને સુરક્ષાપ્રદાન કરે છે. માણસના ખોળિયે શેતાન બનાવી દેતાં સુખોને સારા શેં માની શકાય ? માણસને ખોળિયે દેવ યાવત્ દેવાધિદેવ બનાવી શકતા સંખ્યાબંધ પણ દુઃખોને ખરાબ શું કહી ૩૩ શકાય? જવાબ આપો. પથ્થર પર પડતા ટાંકણાઓના માર પથ્થર માટે કષ્ટદાયક જરૂર છે પરંતુ એ મારથી પથ્થરને મળતું પ્રતિમાનું સ્થાન એ પથ્થર માટે ગૌરવપ્રદ બન્યું રહે છે કે કલંકપ્રદ ? ચાકડા પર તૈયાર થઈ જતા ઘડાને કુંભાર જ્યારે આગમાં નાખે છે ત્યારે એ આગ ઘડા માટે ત્રાસદાયક જરૂર છે પણ એ આગ ઘડાને મજબૂત બનાવી દે છે કે કમજોર બનાવી દે છે ? સર્વથા કદરૂપા એવા લાકડા પર સુથાર જ્યારે સંસ્કરણ કરે છે ત્યારે એ સંસ્કરણ લાકડા માટે પીડાકારક જરૂર બન્યું રહે છે પણ એ સંસ્કરણથી બનતું આકર્ષક ફર્નિચર લાકડાના ગૌરવને ચાર ચાંદ લગાવી દે છે કે લાકડાના ગૌરવને ખાડે લઈ જાય છે ? બસ. આ જ વાત સમજી લેવાની છે જીવનમાં આવતાં કષ્ટોની બાબતમાં, પ્રતિકૂળતાઓની અને દુઃખોની બાબતમાં. એ દુઃખોને પામીને આપણા આત્મદ્રવ્યને જો આપણે શુદ્ધ બનાવી શકીએ છીએ, આપણા મનને જો આપણે નમ્ર બનાવી શકીએ છીએ, આપણા જીવનની સુરક્ષાને જો આપણે નિશ્ચિત કરી શકીએ છીએ તો એ તમામ પ્રકારનાં દુઃખોને સ્વીકારી લેવામાં અને સહન કરી લેવામાં આપણે લેશ આનાકાની કરવા જેવી નથી. (દુ:રામ્ ખન્તો: વર્ષે ધનન્’ સહન કરતાં આવડે તો દુઃખ માણસ માટે શ્રેષ્ઠ ધન બની શકે છે. અને વાત પણ સાચી જ છે. આજ સુધીમાં સુખની મૂડી પર પરમાત્મા બની ચૂકેલા આત્માઓની સંખ્યા કરતાં દુઃખની મૂડી પર પરમાત્મા બની ચૂકેલા આત્માઓની સંખ્યા અનંતગણી છે. દુઃખને હવે તો કહી દેશું ને કે “સ્વાગત છે તારું !” ૩૪

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51