Book Title: Shu Vaat Karo Cho
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 15
________________ જ્યાં કામ થઈ જાય નખથી, ત્યાં કુહાડો શા કામનો ? લાભ દેખાતો હોવા છતાં ય જૂઠ બોલતા રહેવામાં એને કોઈ જ અરેકારો થતો નથી. ચહેરાની રેખા થોડીક તંગ કરી દેવા માત્રથી સ્વાર્થસિદ્ધિ થઈ જવાની સંભાવના હોવા છતાં મોઢામાંથી ગાળોનો વરસાદ કરતા રહેવામાં એ લેશ વ્યથા અનુભવતો નથી. ટૂંકમાં, જે ચિનગારીને બુઝાવી નાખવા પાણીનો એક ગ્લાસ કાફી હોય છે ત્યાં એ પાણીનાં ડમનાં ડ્રમ ઢોળી નાખવાની બેવકૂફી કરી રહ્યો છે. જતીન બારોટની આ પંક્તિઓ : ‘હકડેઠઠ શહેરની વચ્ચે રહે છે. એક માણસ જે કાવતરાખોર છે. આંગળીએ નખ એને ઊગતા નથી, એની આંખોમાં તીણાં નહોર છે. ફૂલોની ગંધ એને ગૂંગળાવે ભાઈ, એને ગંધાતા પરસેવા ગમે છે. કોડા-પાંચીકાને ઠેબે ચડાવીને લાગણીઓ સાથે એ રમશે દાનવીર દેખાતો દીનનો દયાળ એવો માણસ આ દાનતનો ચોર છે. પરીઓની વાતો પસંદ પડે નઈ એને ગમતી કમ્યુટરની વારતા આંખોમાં આવેલા જોઈ એને જો જો પ્રેમાળ બહુ ધારતા. મનથી એ જાઉં જાઉં કાગડાનો વંશ અને આંખેથી દેખાતો મોર. આજનો માણસ બર્ષિક્ષેત્રે જો ‘ઉડાઉ” બની ગયો છે તો આત્યંતરક્ષેત્રે એ ‘ઉત્તેજક' બની ગયો છે. પચાસ રૂપિયાની વસ્તુ માટે એ જો પાંચસો રૂપિયા વેડફી નાખે છે તો બસો રૂપિયાની વસ્તુ ખરીદવા વીસ હજાર રૂપિયા વેડફી નાખવા પણ એ તૈયાર રહે છે. આ વાત થઈ બહિર્જગતની પણ આત્યંતર જગતમાં તો એણે દાટ વાળી નાખ્યો છે. ગોળ જેવા ગળ્યા શબ્દોથી કામ સરી જવાની જ્યાં શક્યતા હોય છે ત્યાંય એ કરિયાતા જેવા કટુ શબ્દોનો છૂટથી પ્રયોગ કરતો રહે છે. સત્ય બોલવામાં લાભ જ દૂધ ભલે તમારું છે. એની બાજુમાં પડેલ સાકરનો ડબ્બો ભલે તમારી છે. દૂધમાં સાકર કેટલી નાખવી, એની સ્વતંત્રતા ભલે તમારી પાસે છે અને તો ય તમારે દૂધમાં સાકર એટલી જ નાખવી પડે છે કે જે દૂધને બેસ્વાદ ન બનાવી દેતા સ્વાદિષ્ટ જ બનાવી રાખે છે. જો દૂધમાં સાકર પણ પ્રમાણાતીત નાખવાની નથી હોતી તો પછી સંબંધના ક્ષેત્રે શબ્દોનો પ્રયોગ અને એ ય કડક કે કઠોર શબ્દોનો પ્રયોગ છુટથી તો કરવાનો રહે છે જ ક્યાં ? યાદ રાખજો. જિંદગીની સફળતાનું, જીવનની સરસતાનું, મનની પ્રસન્નતાનું અને સંબંધોની આત્મીયતાનું આ સૂત્ર કે સર્વત્ર તમારે ‘પ્રમાણ' નો વિવેક તો રાખવો જ પડશે. પછી એ પ્રમાણ પ્રેમક્ષેત્રે હોય કે લાડક્ષેત્રે હોય, ભોજનક્ષેત્રે હોય કે શબ્દક્ષેત્રે હોય, કાર્યક્ષેત્રે હોય કે આરામ ક્ષેત્રે હોય, ક્રોધક્ષેત્રે હોય કે આગ્રહક્ષેત્રે હોય, પર્યટનક્ષેત્રે હોય કે વિશ્રામ ક્ષેત્રે હોય. જે પણ વ્યક્તિ ભૂલી જાય છે આ પ્રમાણભાનનો વિવેક અને આડેધડ કરવા લાગે છે વ્યવહાર, એ વ્યક્તિ અન્ય માટે અભિશાપરૂપ બને છે કે નહીં એની તો ખબર નથી પરંતુ પોતાની પ્રસન્નતા માટે તો એનો આ પ્રમાણાતીત વ્યવહાર અભિશાપરૂપ બનીને જ રહે છે. સપ્રમાણ અંગોપાંગો એ જો શરીરની તંદુરસ્તી માટે અનિવાર્ય છે તો સપ્રમાણ વ્યવહાર એ મનની પ્રસન્નતા માટે એટલો જ અનિવાર્ય ૩0

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51