Book Title: Shrutsagar Ank 2014 01 036
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जनवरी - २०१४ છે અત્યાર સુધી આપણે સંસારના ક્લેશો જોતા આવ્યા છીએ, જીવનમાં તે અનુભવ્યા પણ ખરા. પેપરોમાં રોજ વાંચીએ છીએ. સંસારનું નાટક પણ જોઈએ છીએ છતાં પણ હજુ સુધી સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગ્યો નથી. તેથી જાણી શકાય છે કે સંસારની વાસનાનો રોગ આત્માની અંદર કેટલો છે! આ સંસારમાં સહુથી ખતરનાક હોય તો તે માણસ છે. પશુઓ બિચારાં કોઈ દિવસ પોતાની જાતિનો નાશ કરતાં નથી પરંતુ માનવી પહેલાં પોતાની જ જાતિનો નાશ કરે છે. બીજાને મારીને જ પોતે સમૃદ્ધ થવા ઇચ્છે છે. આવું ભયંકર પશુતામય વિચારવાળું જીવન આજનો માનવી જીવી રહ્યો છે. સંસારમાંથી ભાગવાની કોઈ જરૂર નથી. ભાગીને જ્યાં જશો ત્યાં સસાર જ છે. માટે દૃષ્ટિ બદલો, મનમાંથી સંસારને કાઢી નાખો. પછી ભલે તમે સંસારમાં રહે છતાં ડૂબશો નહીં. જેમ ખાલી ઘડો પાણીમાં હોવા છતાં ડૂબતો નથી પણ તરે છે, જ્યારે એમાં પાણી ભરાય છે ત્યારે જ તે ડૂબે છે. ઘણા માણસો કહે છે કે બીડી ફૂટતી નથી. બીડીએ એને પકડ્યો નથી પરંતુ બીડીને પોતે પકડી છે. તેવી જ રીતે સંસારે આપણને નથી પકડી રાખ્યા. આપણે જ સંસારને પકડી રાખ્યો છે અને કહીએ છીએ કે સંસાર છૂટતો નથી. આ જગતમાં તારું પોતાનું કશું જ નથી. જેને તું તારું માને છે તે તારું નથી અને જેને તારું નથી માનતો તે જ તારું છે. નાવડી જ્યાં સુધી પાણીથી અલિપ્ત રહે છે, ત્યાં સુધી તરશે પણ જ્યારે હોડીની અંદર કાણું પડશે ત્યારે હોડી ડૂબી જવાનો ભય ઉત્પન્ન થશે. તેવી જ રીતે જ્યાં સુધી મન સંસારથી અલિપ્ત રહેશે ત્યાં સુધી તેને વાંધો નથી. પણ જે દિવસે સંસારનું પાણી અંદર પ્રવેશ કરશે તે દિવસે નૈયા ડૂબવાનો ભય ઉત્પન્ન થશે. છે હોડી પાણીમાં કેવી રીતે કરે છે, તેવી રીતે જ્ઞાનીઓ પોતાના આત્મજ્ઞાનના આનંદમાં તરે છે અને અપૂર્વ આનંદનો અનુભવ કરે છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36