Book Title: Shrutsagar Ank 2014 01 036
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી અવંતી પાર્શ્વનાથ તીર્થ કનુભાઈ લ. શાહ અનેક પ્રાચીન જૈન અને જૈનેતર ગ્રન્થોએ ઉજ્જૈન નગરીની પ્રાચીનતાને દર્શાવી છે. ક્ષિપ્રા નદીને તટે વસેલી આ નગરી અવંતિકા, પુષ્પકડિની કે વિશાલા જેવાં નામોથી શાસ્ત્રોના પાને નોંધાઇ છે. માલવાની પ્રાચીન રાજધાનીનું આ નગર રાજા સુધન્વાના સમયમાં ઉર્જન નામથી પ્રસિદ્ધ થયું. મધ્યપ્રદેશના ઉજ્જૈન રેલ્વે સ્ટેશનથી લગભગ બે કિલોમીટરના અંતરે આ પ્રાચીન મુખ્ય તીર્થ આવેલું છે. ઇન્દોરથી આ શહેર ૫ કિ.મી.ના અંતરે આવેલું છે. મક્ષીજી, કૂકડેશ્વર, હાસામપુર, દેવાસ, નાગેશ્વર, ઉડેલ, મંદસૌર, વહી આદિ તીર્થો અહીંથી નજીકના અંતરે આવેલાં છે. શ્રી અવંતી પાનાથજી શ્યામ વર્ણના છે. સાત ફણાથી અલંકરેલા આ પરમાત્માના દર્શનથી સાત ભયો વિલય પામે છે. પાષાણના આ પ્રતિમાજી પદ્માસને બિરાજે છે. પ્રભુજીની ઊંચાઈ ૩૭ ઇંચ અને પહોળાઈ ૩૦ ઇંચ છે. સવા લાખ જિનમંદિર-સવા કરોડ જિનબિંબ અને ૩૬,૦૦૦ જિર્ણોદ્ધારનું નિર્માણ કાર્ય કરાવનાર શાસન પ્રભાવક રાજા સંમતિએ અહીં જન્મ પામીને માભોમ ઉજ્જૈન નગરીને ગૌરવવન્તી બનાવી છે. પૂ.આ. શ્રી આર્યસુહસ્તિસૂરિના ઉપદેશથી જૈન ધર્મી બનેલા આ સમ્રાટ સંપ્રતિએ ભારતની ભૂમિને જિનાલયો અને જિનબિંબોથી મઢી દીધી હતી. પૂર્વના અનેક મહાન આચાર્ય ભગવંતોએ પોતાનાં પાવન પગલાંથી આ નગરીને પવિત્ર બનાવી છે. આ એતિહાસિક નગરીની ગૌરવભરી ગાથા ઇતિહાસના પૃષ્ઠો પર સુવર્ણાક્ષરે અંકિત થયેલી છે. એક વખત આચાર્ય ભગવંત શ્રી આર્યસુહસ્તિસૂરિજી મહારાજ સાહેબ પોતાના શિષ્ય પરિવાર સાથે આવીને ભદ્રા શેઠાણીની વાહનશાળામાં સમોસર્યા હતા. રાત્રિના સમયે સ્વાધ્યાયરત મુનિઓના શિષ્યવૃંદે નલિનીગુલ્મ વિમાનનું વર્ણન કર્યું. આ નલિની ગુલ્મ વિમાનનું આબેહૂબ વર્ણન સાંભળીને સાતમા માળે બેઠેલા ભદ્રા શેઠાણીના લાડકવાયા સુપુત્ર અવંતિસુકુમાલના ચિત્રમાં ભળભળાટ મચી ગયો. આ શ્રવણે અજ્ઞાનનાં કેટલાંક પડલો તોડી નાંખ્યાં અને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. આ જ્ઞાનમાં તેણે પૂર્વભવમાં નલિની ગુલ્મ વિમાનમાં પોતે ભોગવેલાં દૈવી સુખો જોયાં. તે સુખોની તોલે આ મૃત્યુલોકના આ વૈભવ તેને તુચ્છ લાગ્યા. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36