Book Title: Shrutsagar Ank 2014 01 036
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जनवरी - २०१४ વેદાંતજ્ઞાતાઓ, આર્યસમાજીસ્ટો વગેરે ઘણા મહાનુભાવો પધાર્યા હતા. દેશવિદેશમાં ઘૂમતા શ્રીમંત સયાજીરાવે ઘણા વ્યાખ્યાનો સાંભળ્યા હતા છતાં શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહાત્માના પ્રવચનની તેમના પર અભુત અમિટ છાપ રહી. પૂજ્ય ગુરુદેવનું વ્યાખ્યાન એના અંગ્રેજી અનુવાદ સાથે તે સમયના પત્ર “સયાજીવિજય'માં પ્રગટ થયું હતું. ગુરુદેવ અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના મિલનનું તૈલચિત્ર (Oil Painting) પણ તે સમયે તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તો પૂજ્ય ગુરુદેવશ્રીએ અને સયાજીરાવ મહારાજાએ ભેગા મળીને સામાજિક જાગૃતિ અને શિક્ષણના ક્ષેત્રમાં અનેકવિધ કાર્યો કર્યા. યોગનિષ્ઠ બુદ્ધિસાગરસૂરિજી મહારાજ સાહેબને કાશીના પંડિતો દ્વારા શાસ્ત્ર વિશારદ'ની પદ્ધી આપવામાં આવી હતી. ગુરુદેવના સમયમાં અનેક ગ્રંથભંડારોમાં ઘણી બહુમૂલ્ય હસ્તપ્રતો, કૃતિઓ અને પુસ્તકો હતા પરંતુ તે અંગે કોઈપણ વ્યવસ્થિત નોંધણીનો અભાવ હોવાથી ગુરુદેવે વિદ્વાનોની એક સમિતિનું ગઠન કર્યું તથા ભારતમાં આવેલ ૮૪ ગ્રંથભંડારોમાં આવેલ સર્વ પુસ્તકો અને હસ્તપ્રતોની નોંધ તૈયાર કરાવી. આ સર્વ માહિતી અને વિદેશમાં વસતા વિદ્વાનો દ્વારા તૈયાર થયેલ જૈનધર્મના પુસ્તકો, જૈન માસિકો વગેરે વિષય પરની માહિતીનું સંકલન કરી એક દળદાર ગ્રંથ “જૈન શ્વેતાંબર ગ્રંથ ગાઇડ તૈયાર કરાવ્યો. “જૈન ઐતિહાસિક રાસમાળા” પુસ્તકમાં ગુરુદેવે પ્રાચીન રાસાઓ વ્યવસ્થિત કરી, તેમના રચનાકારના નામે પ્રકાશિત કરાવ્યા. એ રાસાઓ ઉપર ગુરુદેવ સંક્ષિપ્તમાં પરિચય, નોંધ, કઠિન શબ્દોના ભાવાર્થ વગેરે પણ આપી જેથી ભવિષ્યની પ્રજા સુધી રાસા સાહિત્યનો અમર વારસો પહોંચાડ્યો. ઉપરોક્ત રાસમાળામાં “શેઠ શાંતિદાસનો રાસ”, “શેઠ વખતચંદનો રાસ', ૫. સત્યવિજયજીનો રાસ આદિ રાસાઓ સંકલિત છે. તેમની અમર કૃતિઓમાં સંસ્કૃતમાં ર૭ર પદોથી સજ્જ કર્મયોગ અને ૧૦૧ પદોથી યુક્ત યોગદીપક ગ્રંથ છે. આ બંને સંસ્કૃત ગ્રંથોનું વિવેચન તેમણે ગુજરાતી ભાષામાં મહાપુરુષોના ઉદાહરણો આપીને કર્યું છે. સંસ્કૃત ભાષામાં ગુરુદેવની ૨૨ જેટલી કૃતિઓ છે. આમ સાહિત્ય અને શિક્ષણ જગતમાં ગુરુદેવનું પ્રદાન બહુમૂલ્ય કહી શકાય. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36