Book Title: Shrutsagar 2016 07 Volume 03 02 Author(s): Hiren K Doshi Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRUTSAGAR July-2016 સમભાવ પ્રગટે છે. જીવોનો મૂળ સ્વભાવ કંઇ કોઇના અશુભમાં પ્રવૃત્તિ કરવાનો નથી. કર્મના વશથી એ સર્વ થાય છે એમ અનુભવ આવતાં શત્રુઓ તરીકે વર્તણૂક ચલાવનારા જીવોનું પણ બુરૂ કરવાનો વિચાર પ્રગટતો નથી, ઊલટું તેઓનું સત્તાએ રહેલું સ્વરૂપ જોવાથી તેમની પૂજ્યતા અને મહત્તાનો ખ્યાલ આવે છે અને જીવોને જીવોની દૃષ્ટિએ દેખવાથી આત્મજ્ઞાનીને તેઓ ઉપર સમભાવ પ્રગટે છે. સર્વ જીવોની પરમાત્માઓ જેવી સત્તાએ દશા દેખ્યા બાદ આત્મજ્ઞાનીના મનમાં તેઓના ઉપર પૂજ્યભાવ પ્રગટે છે અને તેઓનું શ્રેય કરવા વ્યાવહારિક વિવેક, ભક્તિ, સેવા અને ઉપાસનાના વિચારો પ્રગટે છે અને તેથી તે શ્રીવીરપ્રભુના ઉપદેશને આખી દુનિયામાં ફેલાવવા પ્રયત્ન કરે છે કારણ કે શ્રીવીરપ્રભુના વચનોથી આખી દુનિયાના જીવોને શાન્તિ મળે છે. આખી દુનિયાને સર્વ જીવો પર સમભાવ પ્રગટ થાય એવા સામાયિક આવશ્યકનો લાભ મળો એવો આત્મજ્ઞાની ઉદાર ધર્મભાવ ધારણ કરી શકે છે અને તે સમભાવરૂપ સામાયિકની આચરણા આચારમાં મૂકવા શક્તિમાન્ થાય છે. | સર્વ જીવોની સાથે સમભાવથી વર્તવાનો પરિણામ તથા તેના આચારને ખીલવવાથી પ્રતિદિન ઉત્તમોત્તમ સામાયિક પ્રાપ્ત કરી શકાય છે. કોઇ પણ જીવને મારવો નહિ, સર્વ જીવો પર થતા શુભાશુભ સંકલ્પથી વિરામ પામવું, અને સર્વ જીવોની સાથે તેઓના શુદ્ધ ધર્મના અને પોતાના શુદ્ધ ધર્મના ઉપયોગથી શુદ્ધ પરિણામવાળા થવું, એજ ઉત્તમ સામાયિકની દશા છે. આવી દશામાં આવનાર જ્ઞાની ખરેખર ૧. સમકિત સામાયિક, ૨. શ્રત સામાયિક, ૩. દેશવિરતિ સામાયિક, ૪. અને સર્વ વિરતિ સામાયિકની મહત્તાનો અને ઉપયોગિતાનો ખ્યાલ કરી શકે છે. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આત્મા તેજ સામાયિક છે અને પર્યાયાર્થિક અપેક્ષાએ આત્માનો ગુણ તેજ સામાયિક છે. સર્વ સાવદ્યયોગનું પ્રત્યાખ્યાન જેમાં છે એવા સામાયિકમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનો અન્તર્ભાવ થાય છે. સર્વનય વિચાર વિષયભૂત સામાયિક છે એમ વિશેષાવશ્યકમાં “સર્વનયમથTધાર’ એમ કહી સૂચવ્યું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ વડે વ્યવહારજ્ય આત્માની મુક્તિ માને છે અને નિશ્ચયનય એકલા ચારિત્રવડે આત્માની મુક્તિ માને છે. વ્યવહાર અને નિશ્ચય" એ બે નય વડે સામાયિકનું સ્વરૂપધારીને આત્માના For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36