Book Title: Shrutsagar 2016 07 Volume 03 02
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાલમાં પ્રગટ થતા જૈન ગ્રંથો (એક વિદ્વભંડળ સ્થાપવાની ખાસ જરૂર) હાલમાં બુકો છપાવવાનું કામ ધમધોકાર વધતું જાય છે તેમાં કેટલાક નામ બાહર પાડવા છપાવે છે, કેટલાક પૈસા કમાવવા માટે છપાવે છે અને કેટલાક જૈન વર્ગને અપૂર્વ ગ્રંથોનો સહજમાં લાભ મળવા માટે છપાવે છે. છપાવવાના સંબંધમાં જો કે હજુ બે મત છે અને નહીં છપાવવાના મતવાળાઓ આશાતના થવા વિગેરેના જે કારણો બતાવે છે તે ના ન પાડી શકાય તેવા છે, તો પણ છપાવવાથી જે અનુકુળતા અને જે ફેલાવો થયો છે તેવી અનુકુળતા અને તેટલો ફેલાવો નહીં છપાવવાથી કદિપણ થઇ શકે તેમ નહોતું. કારણ કે લખાવવામાં ખચનો વધારો અને અશુદ્ધ લેખ એ બે બાબત એટલી બધી ધ્યાનપર લેવા યોગ્ય છે કે તેને બદલે જો પ્રેસ વિગેરેમાં થતી આશાતનાઓને અટકાવીને સારી ગોઠવણથી, શુદ્ધાદ્ધનો નિર્ણય કરાવીને, ટકાઉ કાગળો ઉપર, ચોખા ને ઉઘડતા મોટા ટાઈપોથી, મજબુત બાઈડીંગ સાથે ખાસ જરૂરીઆતના અને ફેલાવવાની જરૂરીઅતવાળા ગ્રંથો છપાવવામાં આવે તો વારંવાર અશુદ્ધને સુધારવાની પારાવાર મહેનત બચે, કે જે મહેનતના કરનારા અને શુદ્ધશુદ્ધ સમજનારા મુનિરાજ વિગેરે પણ મળવાની પૂરેપૂરી મુશ્કેલી છે. એટલું જ નહીં પણ લહીઆઓ કે જે પુષ્કળ દ્રવ્ય લઇ જાય છે છતાં અશુદ્ધને કુચા જેવા પુસ્તકો માત્ર પુસ્તક એકઠું કરવાની વાસનાવાળા પણ અક્ષરજ્ઞાન વિનાના સાધુઓને તેમજ શ્રાવકોને લખી. આપે છે અને વેચી જાય છે તેનો પણ અટકાવ થાય. આ લાભ કાંઇ નાનો ગુનો નથી. પરંતુ છપાવવાની તરફેણના વિચારવાળાઓને પોતાના વિચાર પણ ફેરવવા પડે એવા કારણો હાલમાં બનતા જાય છે તે ખરેખરૂં ખેદકારક છે. કમાવાની લાલાચવાળા અને નામ બહાર પાડવાના લોભીઓ એવી રીતે પુસ્તકો છપાવવા મંડ્યા છે કે નહીં તો શુદ્ધાશુદ્ધની સંભાળ, નહીં કાગળની દરકાર અને નહીં ટાઇપ ઉઠે છે કે ઉડી જાય છે તેનું નિરીક્ષણ માત્ર તાકીદે છપાવવું, બુકો ખપાવવી, મોટા મોટા ગ્રંથના અને તેના કર્તાના નામથી રળી ખાવું, પુસ્તક લીધા પછી લેનારાને પસ્તાવો કરાવવો અને ચીંથરી પુસ્તકો કે નાની નાની રખડતી બુકો છપાવી નામ બહાર પાડવું. આ ખરેખરો દિલગિરીનો વિષય છે. આવી પ્રવૃત્તિના છાંટા પરમાર્થ બુદ્ધિએ કામ કરનારા અને જાત મહેનત કરી જ્ઞાન ખાતામાં લાભ આપનારાઓને પણ લાગ્યા છે. શાસ્ત્રીઓ કે પંડિતો 1. (જૈનધર્મ પ્રકાશ વર્ષ ૧૯૫૯ ૫.૧૯ અંક ૪ માંથી સાભાર) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36