Book Title: Shrutsagar 2016 07 Volume 03 02
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRUTSAGAR 18 July-2016 સંમતી આપે તો તેમની સલાહ અનુસાર ટકાઊ કાગળ, સારા ટાઇપ અને મજબુત બાઈંડીગવડે તે ગ્રંથ બહાર પાડે. જેની અંદર તેમનો અભિપ્રાય પણ પ્રગટ કરે. જેથી કોઇ પણ જૈન વગર વાંધે તેનો સ્વીકાર કરે અને બનતું ઉત્તેજન આપે. જો વિમંડળ પાસે રજુ થયેલ ગ્રંથના સંબંધમાં તેમના તરફથી તેવી સ્થિતિનાં તે ગ્રંથ છપાવવાની મનાઇ કરવા આવે છતાં કોઈ છપાવે અથવા વિમંડળ પાસે મુક્યા શિવાયજ સ્વતંત્ર છપાવે અને તે ગ્રંથ તપાસતાં અયોગ્ય સ્થિતિમાં છપાએલો જણાય તો તે વિમંડળ તરફથી તેના સેક્રેટરીદ્વારા એવો લેખ બહાર પાડી આખા હિંદુસ્થાનમાં પ્રગટ કરવામાં આવે કે જેથી એ ગ્રંથને કોઇ પણ જૈન ખરીદ કરી ઠગાય નહીં અને એવા દ્રવ્યના લોભી પરવંચક દાંભિકોને ઉત્તેજન આપે નહીં. આવી રીતનો ખાસ પ્રબંધ થવાથી મુખ્ય બાબતો તે એ નિર્ણય ઉપર આવશે કે, -અમુક ગ્રંથ યા સૂત્ર છપાવવાની જરૂર છે કે નહીં? અમુક ગ્રંથ મૂળ માત્રજ છપાવવા યોગ્ય છે, ભાષાંતર સહિત છપાવવા યોગ્ય છે, ટીકા સહિત છપાવવા યોગ્ય છે, એકલું ભાષાંતર છપાવવા યોગ્ય છે કે મૂળ, ટીકાને ભાષાન્તર ત્રણે મળીને છપાવવા યોગ્ય છે? આવી બાબતમાં તૈયાર કર્યા પછી વિમંડળ સંમત ન થવાથી પ્રયાસ નિષ્ફળ થાય તેમ ન થવા માટે પ્રથમથી અમુક ગ્રંથ કેવી રીતે છપાવવો ઠીક છે? એવી સલાહ પૂછવામાં આવશે તો તેને યોગ્ય સલાહ પણ આપવામાં આવેશ કે જેથી તેને પોતાનો માર્ગ સૂજશે. આ પ્રબંધ અત્યાર સુધીમાં પ્રગટ થઇ ગયેલા ગ્રંથો વિગેરેને માટે પણ બીજી આવૃત્તિ કરવાને વખતે ઉપયોગી થશે. અને મંડળ પોતાનો અભિપ્રાય તેવે પ્રસંગે માગનારને જણાવશે અને નહીં માગનારને માટે ગ્રંથ છપાયેથી તપાસ કરીને બહાર પાડશે. આમ થવાથી કેટલાક તદ્દન ચીંથરીયા પુસ્તકો અને નાની નાની નિર્માલ્ય ચોપડીઓ બહાર પાડવામાં આવે છે કે જે જ્યાં ત્યાં રખડતી અને આશાતના થતી જોવામાં આવે છે તેનો પણ અટકાવ થઇ શકશે. આ હકીકત વિદ્વાન મુનિ મહારાજાઓએ અને શ્રાવક ભાઇઓએ ધ્યાનમાં લેવા યોગ્ય છે. તેમજ મુંબાઈમાં ભરનારી જૈન કોનફરન્સ હજુર રજુ કરીને તે દ્વારાજ પૂર્વોક્ત પ્રકારના વિદ્વભંળની સ્થાપના થવાની આવશ્યક્તા છે. આ બાબત બનવી અશક્ય છે એમ ધારવાને કિંચિત્ પણ કારણ નથી. માત્ર આગેવાન જૈન બંધુઓ ધ્યાનપર લેશે તો બનવી શક્ય છે અને પરમલાભકારક છે. એની વિશેષ લાભશ્રેણી વિશેષ વિચારણા કરવાથી સ્વયમેવ લક્ષમાં આવી શકે તેમ છે જેથી અત્ર વિસ્તાર કર્યો નથી. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36