________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
17
श्रुतसागर
जुलाई-२०१६ પગારદાર રાખીને અથવા દર સો શ્લોકે અમુક રકમ આપવાનું ઠરાવીને મોટા મોટા ગ્રંથો કે ચરિત્રોના ભાષાંતરો કરાવવામાં આવે છે અને તેની પૂરતી તપાસ ર્યા, કરાવ્યા શિવાય છપાવીને બહાર પાડી દેવામાં આવે છે જેથી કેટલીક વખત લાભને બદલે ઉલટી હાની થાય છે. એટલે કે કેટલાક ખાસ પ્રસંગમાં અર્થનો અનર્થ પણ થાય છે. આવી રીતે પરમાર્થ બુદ્ધિએ છપાવનારા હાલમાં તો મુખ્ય બે મંડળ દેખાય છે એક અમદાવાદની વિદ્યાશાળા અને બીજી ભાવનગર જૈનધર્મ પ્રસારક સભા. અમદાવાદ વિદ્યાશાળાના સંબંધમાં તેમણે બહાર પાડેલ શીળોપદેશમાળાના ભાષાંતરમાં અમે અનેક ભૂલો બતાવી છે, ઋષીમંડળના ભાષાન્તરમાં પણ અનેક ભૂલો થયેલી છે; તેવી રીતે શ્રી જૈનધર્મ સભા તરફથી બહાર પાડવામાં આવેલા ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર વિગેરેના ભાષાન્તરમાં કેટલીક ભૂલો વિદ્વાન જૈન મુનિઓ તરફથી બતાવવામાં આવેલ છે, જે કે બીજાના પ્રમાણમાં બહુ અલ્પ છે તો પણ એટલી ભૂલો થવાના કારણ શાસ્ત્રીપરનો વિશ્વાસ પોતાની અલ્પજ્ઞતા અને બહુશ્રુત મુનિરાજને પૂછવામાં પ્રમાદ વિગેરે છે.
પોતાના લાભ માટે પુસ્તકો છપાવનારા પૈકી ભીમશી માણેક, હીરાલાલ હંસરાજ, રવજી દેવરાજ, ચીમનલાલ સાંકળચંદ, મગનલાલા હઠીબંધ વિગેરે છે, તેના છપાવેલા દરેક પુસ્તકોના સંબંધમાં અત્ર બોલવાનો અવકાશ નથી તેમજ અમે કાંઈ સૌની ભૂલો બતાવવા બેઠા નથી. પરંતુ એ બધા પ્રસિદ્ધ કર્તાઓ પોતાના તરફથી બહાર પડતા પુસ્તકોના સંબંધમાં પૂરતું ધ્યાન આપતા નથી, કેટલાક તદ્ન હલકા કાગળો વાપરે છે. કેટલાક ખાસ બીજાના વિશ્વાસપર કામ ચલાવે છે અને પોતાને અનુભવ નહીં છતાં પોતાનું નામ બહાર પાડે છે. આ બાબતમાં ખાસ ખેદકારક હકીકત તો એ છે કે મહા ઉપગારી પૂર્વાચાર્યો પોતાને થયેલા જ્યોપશમથી ઉત્પન્ન થયેલા જ્ઞાનનો પુષ્કળ ખર્ચ કરીને આપણા ઉપગાર માટે જે જે અપૂર્વ ગ્રંથો રચી ગાયા છે તેની ખરી ખુબીને આપણે પ્રમાદાદિકના વશથી ઊંધી વાળીએ છીએ. અને આપણા જૈન બંધુઓને તેવા ગ્રંથના તેમજ તેવા ગ્રંથકર્તાના નામથી ઠગીએ છીએ. આ સંબંધમાં કોઇને ખોટું લગાડવાની કે હલકા પાડવાની અમારી ધારણા નથી પરંતુ હવે પછી તેવા અપૂર્વ ગ્રંથોને યથાસ્વરૂપજ બહાર પાડવાનો નિશ્ચય કરાવવાની અમારી ધારણા છે. અને એટલાજ માટે જૈન સમુદાયમાંથી સાધુ મુનિરાજનું તેમજ યોગ્ય શ્રાવકોનું એક વિદ્વભંડળ સ્થાપના કરવાની ખાસ આવશ્યકતા છે.
આવાં વિદ્વભંડળ માંહેના કોઈ પણ એક અથવા તેથી વિશેષ વિદ્વાનોની પાસે તે મંડળના સેક્રેટરી મારફત કોઈ પણ પુસ્તક પ્રસિદ્ધ કરવા ઇચ્છનાર પોતે તૈયાર કરેલ ગ્રંથ રજુ કરે અને તેઓ પૂરતી તપાસ કર્યા બાદ છપાવવા માટે લેખિત
For Private and Personal Use Only