________________
૧૫
વવું, વિલેપન કરવું, પુષ્પ ચડાવવા, આંગી રચવી અને ટુંકામાં કહીએ તે તેમને સાક્ષાત્ જિનેશ્વર સમજી સર્વ પ્રકારે આભૂષિત અને દેદીપ્યમાન બનાવવા એ દ્રવ્યપૂજા છે, અને તે ભવ્ય શ્રાવકેને માટે ખાસ કર્તવ્ય છે. શાસ્ત્રમાં દ્રવ્યપૂજાના એકવીશ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે, તે પણું સ્મરણમાં રાખવા લાયક છે. એ એકવીશ પ્રકાર નીચે પ્રમાણે છે–
(૧) સ્નાન (૨) વિલેપન (૩) ભૂષણ (૪) ફળ (૫) વાસ (૬) ધૂપ, (૭) દીપ (૮) કુલ (૯) તંદુલ (૧૦) પત્ર (૧૧) પગી (૧૨) નૈવેદ્ય (૧૩) જળ (૧૪) વસ્ત્ર (૧૫) છત્ર (૧૬) ચામર (૧૭) વાછત્ર (૧૮) ગીત (૧૯) નૃત્ય (૨૦) સ્તુતિ અને (૨૧) દેવદ્રવ્ય ભંડાર વૃદ્ધિ. મુખ્યત્વે કરીને જિનેશ્વર ભગવાનની દ્રવ્યપૂજા આઠ પ્રકારે થઈ શકે છે. આ આઠ પ્રકારની પૂજામાં બધા પ્રકારનો સમાવેશ થઈ જાય છે. તેમાં જે ગંભીર હેતુ રહે છે, તે આ હાનકડી ભૂમિકામાં સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ શકે તેમ નથી. પ્રત્યેક દ્રવ્યપૂજા વખતે પૂજક આત્માએ કેવા પ્રકારની ભાવના રાખવી જોઈએ તેનું અત્રે સંક્ષિપ્તમાં જ વર્ણન આપ્યું છે. પ્રભુને નિર્મળ જળવડે સ્નાન કરાવતી વખતે આપણું મનમાં એવી ભાવના રહેવી જોઈએ કે-“હે પ્રભુ! આવા પ્રકારના બાહ્ય પ્રક્ષાલનથી જેમ બાહ્ય મળ વિનાશ પામે છે, તેવી રીતે મારા આત્માને અંતરંગ મળ-કમળ પણ એની સાથે જ નાશ પામે.” ચંદનપૂજા કરતી વખતે એવી ભાવના હોવી જોઈએ કે-“હે પ્રભુ! આ ચંદન જેવી રીતે અંગેઅંગમાં શિતળતા પ્રકટાવે છે, તેવી જ રીતે મારા આત્મામાં પણ શીતળતા પ્રકટ હે.” ત્રીજી પુષ્પપૂજા કરતી વખતે એવી ભાવના ઉપર આરૂઢ રહેવું જોઈએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org