________________
જોશક પ્રવચને ૭૫ પેટને દુઃખાવો ઉપડી હોય તે તે કારણે ત્યાં બેસવાની છૂટ તે અપવાદ.
ગુરુની આગળ ચાલવું નહિ” આ ઉત્સર્ગ, પણ રસ્તે બનાવવાના કારણે ગુરુની આગળ ચાલે તે અપવાદ.
શય્યાતરના ઘરના આહારપાણ લેવાય નહિ તે ઉત્સર્ગ પણ આગાઢ બીમારીના કારણે વસ્તુની તત્કાળ જરૂર હોય તે શય્યાતરના ઘરનાં આહારપાણ લેવાય તે અપવાદ.
કાચા પાણીને સાધુથી અડાય નહિ, તે ઉત્સર્ગ; પણ વિહારમાં નદી આવતી હોય અને આસપાસ નજીકમાં બીજે સ્થળમાર્ગ ન હોય તે નદી ઊતરવાની છૂટ તે અપવાદ.
આમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વિચારીને સંયમરક્ષા માટે ઉત્સર્ગ અને અપવાદ બતાવેલા હોય તે આગમતત્વ સાચું કહેવાય.
જે આગમમાં એકતે આમ જ કરવું, આમ ન જ કરવું, એવું એકાંત પ્રતિપાદન કરે છે, તે આગમ સાચું ન કહેવાય.
કેટલીકવાર એકવારનું કર્તવ્ય બીજીવારનું અકર્તવ્ય બની જતું હોય છે, અને એકવારનું અકર્તવ્ય બીજીવારનું કર્તવ્ય બની જાય છે.
જે આમાં વિવેક કરવામાં ન આવે તે લાભના બદલે નુકસાન થઈ જાય.
જીવનનિર્વાહ થતો ન હોય તે દેષિત આહાર પાણી લેવા એ ક્તવ્ય. પણ જીવનનિર્વાહ નિર્દોષથી થાય એ છે, છતાં દેષિત આહારપાણી લે તે અકર્તવ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org