________________
૯ કશક પ્રવચન - હવે અગિયારમા લેકના ત્રીજા મુદ્દા ઉપર આવીએ.
આત્મા સત્ એવા વિચિત્ર કર્મથી બંધાયેલ છે. તે સહેજે પ્રકમ ઊભા થાય કે આત્મા કર્મથી બંધાયેલો છે એટલું જ કહેવું હતું ને? પાછળ બે વિશેષણે કેમ લગાડવાં પડ્યાં? કે સત કર્મથી અને વિચિત્ર કર્મથી બંધાયેલ છે? - કેટલાક વેદાંત શનવાળા કર્મ જેવી વસ્તુને માને છે. પણ કપિત છે એમ કહે છે. પારમાર્થિક સત્ય તરીકે માનતા નથી. આપણે જેને કર્મ કહિએ તેને વેદાંતીઓ અવિદ્યા-માયા કહે છે. તે કોઈ વાસના કહે છે, પણ નામાતરથી કહે તેમાં આપણને હજુ વાંધો નથી, પણ પાછા તેને તદ્દન અસત કહે છે-કાલ્પનિક માને છે.
“ માં કન્મિા' - પારમાર્થિક સત્ય એક બ્રા એટલે આત્મા છે, બાકીનું બધું જગત મિથ્યા-કાલ્પનિક છે એમ કહે છે. - જે મિથ્યા કાલ્પનિક વસ્તુ આત્માને લાભ નુકસાન કરતી હોય તે આકાશ કુસુમની સુવાસ આત્માને આવવી જોઈએ. અને ગધેડાનાં શીંગડા જીવને લાગવાં જોઈએ. પણ આજ સુધી આકાશ કુસુમથી કોઈને અનુગ્રહ અને ખરશંગ (ગધેડાના શીંગડા) થી કેઈન ઉપઘાત (નુકસાન) થયે હોય એવું કદીએ કેઈએ સાંભળ્યું નથી. - જે વસ્તુ જગતમાં સત્ય હોય, (સત્ હાય) વિદ્યમાન હોય એ જ બીજાને લાભ કે નુકસાન કરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org