Book Title: Shodashak Prakaran Darshan
Author(s): Sagaranandsuri, Nityodaysagar
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 4
________________ છે. પ્રકાશકીય નિવેદન મહાવીર પરમાત્માની પવિત્ર વાણીના ધોધને ગણધરે, શ્રુતકેવળીએ યુગપ્રધાને અને આચાર્યભગવત આદિ મુનિભગવોએ સેંકડો વર્ષો સુધી વહાવ્યું અને અદ્યાપિ પર્યત વહાવી રહ્યા છે માટે જ ઉપનિષદ્દકારે પણ ગુરુગુણ ગાવામાં ગૌરવ લઈ રહ્યા છે. ગુરુદેવ” તમે શ્રી ગુરવે નમઃ વિજ્ઞાને વિકાસને નામે વિનાશ વેર્યો, પ્રગતિને નામે પીછે ગતિ કરી અને કેળવણીને નામે વિકૃતિ ઊભી કરી, ત્યારે આધિ, વ્યાધિ અને ઉપાધિઓના ઓળા નીચે આક્રન્દ કરતા આદમીને આરામ ગુરૂ વિના બીજે કણ આપી શકે? યુગયુગથી બીડાયેલા માનવીના હૃદયને વિકસિત કરવા વિક્રમની વીસમી સદીમાં જન્મેલા વિનય, વિવેક, વિચારથી વિશુદ્ધ એવા આગમ દ્વારકશ્રી સાગરાનંદસૂરિની વાણીને સ્વાદ જેમણે ચાખે છે, તેઓ તે ખરેખર સંસારમાંથી સાર લઈ ધન્ય બની ગયા છે. તાવિક, સાત્વિક ને માર્મિક વાણી સાંભળવાનો આનંદ જેઓને મળે છે, તેઓ મૃત્યુંજય બની ગયા જ સમજવા! ' પરંતુ એ પવિત્ર વાણી સાંભળવાને ચાન્સ દરેકને કયાંથી મળે? તેથી જૈન અને જૈનેતરે જેમને સન્માને છે તેવા પૂજ્ય ગુરૂદેવશ્રીનાં પ્રવચને લિપિબદ્ધ કરવાને નિર્ણય સં. ૧૯૮૮માં લેવા અને દેશના શ્રવણથી વંચિત રહેલા અને આત્મકલ્યાણના કામી છે માટે સિદ્ધચક્રપત્ર અને અનેક પુસ્તક દ્વારા તેમના અનેક શિષ્યપ્રશિએ પ્રવચને બહાર પાડ્યાં અને તત્ત્વની તૃષાને તૃપ્ત કરી. આગમારકશ્રીએ પ્રેરક, પ્રેમાળ અને પ્રભાવક વાણીને સુરત શહેર ઉપર ધોધ વહાવ્યું અને પ્રવજ્યાના પુનિતપંથે અનેક સુરતીઓએ પ્રયાણ કર્યું. મને પણ બાળપણથી જ અભ્યાસ, શક્તિ અને જે સંસ્કાર મળ્યા તે બધું ગુરૂદેવશ્રીની અસીમ કૃપાનું જ ફળ છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 482