________________
૩૪
શિલ્પ રત્નાકર
(૬૨) જિનેન્દ્રાયતનપ્રાસાદ દ્વિતીય ભેદ.
तद्रूपञ्च प्रकर्तव्यं रथे शृङ्गं च दापयेत् ॥ जिनेन्द्रायतनो नाम प्रासादः सुरसुप्रियः ॥१४८॥
[અમરત્વ
ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને વિશેષમાં રથે એક શૃંગ વધારવું. આ પ્રાસાદનુ નામ જિનેન્દ્રાયતન છે અને તે દેવોને ઘણા પ્રિય છે. ૧૪૮. ઇતિશ્રી જિનેન્દ્રાયતનપ્રાસાદ દ્વિષષ્ટિ, ઠંડક ૪૮૧, તિલક ૮.
(૬૩) રાજેન્દ્રપ્રાસાદ તૃતીય ભેદ.
तद्रूपञ्च प्रकर्तव्यमुरुशृंगाणि षोडश ॥ पूजिते लभते राज्यं स्वर्गे च पृथिवीतले ॥१४९॥
પૂર્વ પ્રમાણે તલ તથા સ્વરૂપ કરી ભદ્રે સેળ ( ૧૬ ) ઉરૂશૃગા કરવાં. આ રાજેન્દ્ર નામને પ્રાસાદ જાણવે. આ પ્રાસાદ કરી પૂજવાથી પૂજનાર વ તેમજ પૃથ્વીનું રાજ્ય મેળવે છે. ૧૪૯,
ઇતિશ્રી રાજેન્દ્રપ્રાસાદ ત્રિષષ્ઠિ, ઇડક ૪૮૫, તિલક ૮.
(૬૪) નેમીન્દ્રનામ શ્રીનેમિનાથવલ્લભપ્રાસાદ-૨૨ મી વિભકિત. चतुरस्रीकृते क्षेत्रे द्वाविंशपदभाजिते ॥ बाह्नेन्दुयुग्मरूपेन्दु-द्वयेन्दुभिः क्रमेण वै ॥ १५०॥ भद्रार्धश्च द्वयं कार्यं स्थापयेत्तु चतुर्दिशम् ॥ केशरी सर्वतोभद्रं कर्णे चैव क्रमद्वयम् ॥ १५१॥ केशरी तिलकञ्चैव रथोर्ध्वे तु प्रकीर्तितम् ॥ कर्णिका नंदिका चैव शृङ्गतिलकभूषिता ॥ १५२॥ भद्रे चैवोरुचत्वारि प्रत्यङ्कं षोडशं भवेत् ॥ नेमीन्द्रसमनामोऽयं प्रासादो नेमिवल्लभः ॥१५३॥
સમચારસ ક્ષેત્રના આવીસ (૨૨) ભાગ કરવા. તેમાં ક ભાગ બે (૨), કર્ણિકા ભાગ એક ( ૧ ), પ્રતિક ભાગ એ ( ૨ ), કેાણિકા ભાગ એક ( ૧ ), ઉપરથ ભાગ એ ( ૨ ), નદિકા ભાગ એક ( ૧ ) અને ભદ્રા ભાગ છે ( ૨ ) નું કરવું. આ પ્રમાણે ચારે દિશાએ ચેાજના કરવી.