Book Title: Shilpratnakar
Author(s): Narmadashankar Muljibhai Sompura
Publisher: Narmadashankar Muljibhai Sompura

View full book text
Previous | Next

Page 771
________________ ચતુદશ રત્ન ] તિમુહૂર્ત લક્ષણાધિકાર. ૬૦૧ દરેક ગ્રહે પોતાના સ્થાનથી (૩) ત્રીજા અને (૧૦) દશમા સ્થાનને એક પાદ, (૯) નવમા અને (૫) પાંચમાને બે પાદ, (૪) ચોથા અને આઠમાને ત્રણ પાદ તથા (૭) સાતમા સ્થાનને પૂર્ણ દષ્ટિથી જુવે છે. ૧૪૯. ૩ જા તથા ૧૦ મા સ્થાનને શનિ, ૫ મા તથા ૯ મા સ્થાનને ગુરૂ, ૮ મા તથા ૪થા સ્થાનને મંગળ અને ૭ મા સ્થાનને સર્વ ગ્રહે પૂર્ણ દષ્ટિથી જુવે છે. ૧૫૦. આખો દિવસ અને આખી રાત મળી ભેગવાતાં બારે રાશિઓનાં લગ્નનાં ઘડીપળ જોવાનું કાષ્ઠક, લગ્ન મેઘ ! વૃષ મિથુન, કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ મન ધરી | પ૭ | ૨૬ : ૭ | ૩૯ - ૩ | ૯ | ૧૯ ૧ ૩૨ | ૩૯ | ૭ | ૨૬ દરરોજ ઘટાડ્યાની પળ જેવાનું કેઠક. લગ્ન મે ષ | મિથુન કર્ક | સિંહ, કન્યા તુલા વૃશ્ચિક, ધનમકર | કુંભ મીન | પળ ૭ ૮ ૧૦ ૧૧ ૧૧ | ૧૦ | ૧૦ | ૧૧ ૧૧ | ૧૦ | ૮ વિપળ ! પ૪ | પર ; ૧૮, ૧૪ ૪ ૩૮ ૩૮ | ૪ | ૧૪ ૧૮ પર | ૫૪ ઉપરના કોઠા ઉપરથી એમ સમજવું કે મેષ રાશિનું લગ્ન ૩ ઘડી પ૭ પળ રહે છે. એ જ પ્રમાણે દરેક રાશિઓનાં લગ્ન માટે સમજવું. મેષ રાશિને સૂર્ય હોય ત્યારે સવારમાં સૂર્યોદય વખતે પ્રથમ મેષ રહે અને પછી વરખ (વૃષ) લગ્ન બેસે. આ પ્રમાણે આગળ સમજવું. પણ વિશેષ જાણવાનું એ છે કે જે દિવસે મેષ સંક્રાન્તિ બેસે તે દિવસે સવારમાં ૩ ઘડી અને પ૭પળ દિવસ ચઢતાં સુધી મેષ લગ્ન રહે અને પછી વરખ લગ્ન બેસે. હવે તે મેષને સૂર્ય એક મારા સુધી રહેવાને છે અને પછી વરખને થવાને છે. માટે દરરોજ મેષ લગ્ન ૭ પળ ૫૪ વિપળ ઓછું થતું જાય. તેથી મેષ સંક્રાન્તિના બીજે દિવસે સૂર્યોદયથી ૩ ઘડી ૪૯ પળ ને ૬ વિપળ દિવસ ચઢતાં સુધી મેષ લગ્ન રહે. આવી રીતે દરરોજ ઘટવાથી એક માસ પુરો થતાં વરખ સંક્રાન્તિ થવાના દિવસે મેષ લગ્ન સૂર્યોદય વખતે ઉતરી જાય અને તરતજ વરખ લગ્ન બેસે. ઉપર પ્રમાણે વરખ લગ્ન પણ દરરોજ ૮ પળ ને પર વિપળ ઘટે છે એટલે એક માસે વરખ લગ્ન પણ પુરૂં થઈ મિથુન લગ્ન બેસે છે. આ પ્રમાણે દરેક રાશિના લગ્નની રીત સમજવી.

Loading...

Page Navigation
1 ... 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824