Book Title: Shilpratnakar
Author(s): Narmadashankar Muljibhai Sompura
Publisher: Narmadashankar Muljibhai Sompura

View full book text
Previous | Next

Page 799
________________ ચતુર્દશ રન ] તિમુહૂર્ત લક્ષણાધિકાર દર૯ સૂર્ય નક્ષત્રથી દિનિયા નક્ષત્ર સુધી ગણ કલશના મુખમાં ૧, ચાર ચાર નક્ષત્ર ચારે દિશાએ, ચાર નક્ષત્ર ઘરમાં-ગર્ભે, ત્રણ નક્ષત્ર કંઠે તથા ત્રણ નક્ષત્ર નીચે પડઘીએ મૂકવાં. ૧ મુખમાં આવે તો શિરછેદ, ૪ પૂર્વમાં ઉદ્વેગ, ૪ દક્ષિણે ધનહાનિ, ૪ પશ્ચિમે સર્વ સંપત્તિને આપે, ૪ ઉત્તરમાં રાજસન્માન, ૪ ઘરમાં (ગર્ભમાં) ગર્ભનાશ, ૩ કંઠમાં દીર્ઘકાળ નિવાસ અને પડઘીમાં નક્ષત્ર આવે તો આરોગ્ય પ્રાપ્ત થાય. ૨૦૭, ૨૦૮, ૨૦૯. . હેમ વખતે આહુતિ ચકે જોવાની રીત. सूर्यभात्त्रित्रिभे चान्द्रे सूर्यविच्छुक्रपंगवः ॥ चन्द्रारेज्यागुशिखिनो नेष्टा होमाहुतिः खले ॥२१०॥ સૂર્ય નક્ષત્રથી દિનીયા નક્ષત્ર સુધી ગણીને નીચે બતાવેલા ચક્રમાં રહેને નીચે ત્રણ ત્રણ નક્ષત્રો મુકવાં. ગણત્રીને અંક શુભ ગ્રહના ખાનામાં આવે તે શુભ ગ્રહના મુખમાં આહુતિ પડે છે એટલે તે સારી જાણવી અને અશુભ ગ્રહના મુખમાં આહુતિ પડે તે તે સારી નથી. રવિ, શનિ, મંગળ, રાહુ અને કેતુ આ ગ્રહના મુખમાં આહુતિ પડે તે તે સારી નથી. ૨૧૦. આહુતિ ચક. રવિ બુધ શુક્ર શનિ ચંદ્ર મંગળ ગુર રાહુ કેતુ શ્રેષ્ઠ શ્રેષ્ઠ નષ્ટ એક નેણ | શ્રેષ્ટ નષ્ટ નષ્ટ પ્રવેશ વખતે વત્સ, રાહુ તથા સૂર્યાદિ ગ્રહે જોવા વિષે. मीनादित्रयमादित्यो वत्सः कन्यादिकत्रये ॥ धन्वादित्रितये राहुः शेषाः सिंहादिकत्रये ॥२११॥ સૂર્ય મીનાદિ ત્રણ ત્રણ રાશિની ત્રણ ત્રણ સંકાન્તિએ પૂર્વાદિ દિશામાં અનુક્રમે જાણો. વત્સ કન્યાદિ ત્રણ ત્રણ રાશિથી અને રાહુ ધનાદિ ત્રણ ત્રણ રાશિની સંક્રાન્તિએ તથા બાકીના ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર અને શનિ, આ છે ગ્રહ સિંહાદિ ત્રણ ત્રણ રાશિની સંક્રાન્તિએ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં કમે રહે છે એમ જાણવું. (વત્સ, રાહુ વિગેરે પ્રવેશ વખતે સન્મુખ તજવા.) ર૧૧.

Loading...

Page Navigation
1 ... 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824