Book Title: Shasana Samrat Nemisuriji Author(s): Shilchandrasuri Publisher: Jindas Dharmadas Dharmik Trust Kadambgiri View full book textPage 6
________________ આશીર્વચન (અંગાર) જગદંદનીય, જગત્ ગુરુ, જૈન ધર્મના શાસનસમ્રાટ, વર્તમાનકાળમાં યુગપ્રધાન સમાન, બાલ્યપણુથી અખંડબ્રહ્મચર્યના મહાન્ જવલંત સિતારા, સુઝહીતનામધેય.સૂરિચકચક્રવર્તી પ.પૂ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ,– જેઓ મારાં મહાન ઉપકારી છે, મારાં અનાથના નાથ છે, મારાં અશરણના શરણ છે. મારાં પરમ ઉદ્ધારક છે. મારાં તારણહાર છે, મને અબોધને બંધ આપનાર છે, મને સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયી પમાડનાર. તેમાં સ્થિર કરનાર અને ઉત્તરોત્તર તેમાં વૃદ્ધિ પમાડનાર છે, મને શ્રીવીતરાગ શાસનમાં આટલી ઉચ્ચકોટિએ લાવનાર છે. મને–પામર કીડીને કુંજર સ્વરૂપ બનાવનાર તે મારાં પરમ ગુરુભગવંતના ઉપકારને ને બદલે ભવકોડાકોડીએ પણ વાળી શકાય તેમ નથી. તેઓશ્રીના મુખમાં છેલ્લા શ્વાસોશ્વાસ સુધી પણ ‘ઉદય-નંદન હતાં. ‘તેઓશ્રીના ગુણાનુવાદ રૂપે તેઓશ્રીનું જીવનચરિત્ર કંઈક આલેખાય તો તેઓશ્રીની સેવાનો યત્કિંચિત્ લાભ મને મળી શકે, તેમજ તેઓશ્રીજી પ્રત્યેને યત્કિંચિત્ અનૃણભાવ પણ મને પ્રાપ્ત થાય. આ વિચાર અને આ ભાવના થયાને ઘણો સમય ગયો. આ જીવનચરિત્રનું કામ મેં ઘણાં ઘણાને સોંપ્યું હતું, પણ ભવિતવ્યતાના બળે તે હું પર કામ એમ ને એમ અધૂરું જ રહ્યું. અને આજે ૨૨-વર્ષના બહાણા વહી ગયા. પંન્યાસજી શ્રી સૂર્યોદયવિજયજી ગણિવર્યા, જેમાં આશરે ૫-૬ વર્ષોથી અમારી સાથે અમારી સેવામાં છે. તેમના વિદ્વાન અને વિનીત બાલશિષ્ય મુનિશ્રી શીલચન્દ્રવિજયજી છે ઉપર અમારું હૃદય ઠર્યું. અને પ. પૂ. શાસનસમ્રાટના જીવનચરિત્રનું—અથથી ઇતિ સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 478