________________
૪૮
શાસનપ્રભાવક
૧૩. સગકેવળી : આ ગુણસ્થાનકમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય – આ ચારેય ઘનઘાતિ કર્મને ક્ષય થવાથી આત્માનું સહજ વિશુદ્ધ સ્વરૂપ પૂર્ણપણે પ્રગટ થાય છે અને વીતરાગ દશાની સાથે સર્વરૂપણની પ્રાપ્તિ થાય છે. આ તેરમા ગુણસ્થાનકમાં શારીરિક, વાચિક અને માનસિક વ્યાપાર હોય છે. એથી એને સાગકેવળી તરીકે કહેવામાં આવે છે. આને જીવન્મુક્તિ પણ કહી શકાય.
૧૪. અગકેવળી : જ્યાં ચાર અઘાતિ કર્મો –વેદનીય, આયુષ્ય, નામ અને ત્ર-ને પણ ક્ષય થાય છે. વળી જ્યાં શારીરિક, વાચિક અને માનસિક એ સર્વવિધ વ્યાપારને પણ અભાવ થઈ જાય છે. આ છેલ્લું ગુણસ્થાનક છે. આ પાંચ હસ્વાક્ષર જેટલે જ કાળ છે તે પછી શરીરપાત થતાં જ તેની સમાપ્તિ થાય છે. એ પછીની અવસ્થા તે ગુણસ્થાનાતીત એટલે કે વિદેહમુક્તિની અવસ્થા છે.
શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે આ ચૌદ ગુણસ્થાનકના વિચારને જુદી રીતે વર્ણવ્યું છે, તેમાં તેઓએ આ ચૌદ વિભાગને આઠ તથા પાંચ વિભાગમાં જ સમાવેશ કરી દીધો છે. જ્યાં આઠ વિભાગ છે તેને ગદષ્ટિ તરીકે તથા જ્યાં પાંચ વિભાગ છે ત્યાં વેગ શબ્દ દ્વારા નિર્દેશ કર્યો છે. યોગની આ આઠ દષ્ટિનાં નામો અનુક્રમે ૧. મિત્રા, ૨. તારા, ૩. બલા, ૪. દીપ્રા, ૫. સ્થિર, ૬. કાન્તા, ૭. પ્રભા અને ૮. પરા – આ પ્રમાણે છે. આ આઠેય દષ્ટિનો સદ્દષ્ટિ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. તેમાં પહેલી ચાર (મિત્રા, તારા, બલા અને દીઝા) દષ્ટિએમાં આધ્યાત્મિક વિકાસ હેય છે ખરે, પણ તેમાં કાંઈક અજ્ઞાન અને મેહનું પ્રાબલ્ય હોય છે,
જ્યારે પછીની ચાર (સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા) દષ્ટિઓનું જ્ઞાન અને નિર્મોહતાની પ્રબલતા હોય છે. આ આઠેયનું “ગબિન્દુ' નામના ગ્રંથમાં આ જ આચાર્યશ્રીએ આધ્યાત્મિક વિકાસકમનું ગરૂપે વર્ણન કરી તેના અધ્યાત્મ આદિ પાંચ વિભાગે જણાવ્યા છે.
અધ્યાત્મ : જ્યાં ડાઘણા ત્યાગપૂર્વક શાસ્ત્રીય તત્વચિંતન થાય છે, તેમ જ જ્યાં મૈત્રી, કરુણા વગેરે ભાવનાઓ વિશેષ પ્રકારે સિદ્ધ થાય છે.
ભાવના : આમાં મન, સમાધિપૂર્વક સતત અભ્યાસ કરવાથી, અધ્યાત્મ વડે વિશેષ પુષ્ટ થાય છે. આ ભાવનાથી અશુભ અભ્યાસ દૂર થાય છે, શુભ અભ્યાસ તરફ પ્રગતિ થાય છે તેમ જ વિશેષ પ્રકારે ચિત્તની વિશુદ્ધિ થાય છે.
ધ્યાન : જ્યાં ચિત્ત કેવળ શુભ વિષયને જ અવલંબીને રહેલું હોય તથા જ્યાં તે ચિત્ત સ્થિર દીપકની જેમ પ્રકાશમાન થવા સાથે સૂક્ષ્મ બેધવાળું બને છે. ધ્યાનથી ચિત્ત સર્વકાર્યમાં આત્માધીન થાય છે, ભાવનિશ્ચલ બને છે તથા સર્વ પ્રકારનાં બંધનેને વિચ્છેદ થાય છે.
સમતા : જ્યાં વિવેકને પ્રાદુર્ભાવ થવાથી પહેલાં અજ્ઞાનવશ ઈષ્ટ–અનિષ્ટ રૂપે કપેલી વસ્તુઓમાં ઇષ્ટ-અનિષ્ટપણની ભાવના નષ્ટ થઈ જાય છે અને સર્વ પ્રત્યે સમપણાને ભાવ જાગે છે.
વૃત્તિક્ષય : વાસનાના સંબંધથી ઉત્પન્ન થતી વૃત્તિઓને સર્વથા નિરોધ થાય છે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org