________________
- સ્પર્શેન્દ્રિયના વિષયમાં હાથી
રસનેન્દ્રિયના વિષયમાં માછલી - ધ્રાણેજિયના વિષયમાં ભ્રમર - ચક્ષુરિન્દ્રિયના વિષયમાં પતંગિયું - શ્રવણેન્દ્રિયના વિષયમાં હરણ.
એક એક વિષયમાં આસક્ત જીવ પોતાનો સર્વનાશ કરે છે, તો પછી પાંચે ઇન્દ્રિયોને પરવશ જીવ, એનું શું થશે? આજે હું તમને એક એક વિષયની પરવશતા અંગે ગ્રંથકારે જે એક એક પશુનું ઉદાહરણ આપ્યું છે, એ કંઈક વિસ્તારથી બતાવવા ઈચ્છું છું. તમે લોકો ધ્યાનથી સાંભળજો. સ્પર્શેન્દ્રિય પરવશતા - હાથી :
હાથણીઓમાં પણ વેશ્યા જેવી હાથણીઓ હોય છે, જે હાથીને ખુશ કરવામાં ખૂબ કુશળ હોય છે. કોઈ હાથણી હાથીના શરીર સાથે પોતાનું શરીર ઘસે છે, કોઈ એને કાનથી પંખો નાખે છે, તો કોઈ એની ઉપર પાણીનો છંટકાવ કરે છે. કોઈ એની ઉપર ફૂલ ફેકે છે. કોઈ એની આગળપાછળ, તો કોઈ નજીકમાં ચાલે છે. સ્વચ્છેદરૂપે ક્રિીડા કરતાં એ હાથીને પિંજરામાં પૂરી દેવામાં આવે છે. પછી તો બસ, મહાવત એની ઉપર અંકુશ લઈને ચડી બેસે છે. વારંવારના અંકુશ પ્રહારોથી હાથી પરવશ બની જાય છે અને દુઃખનો તીવ્ર અનુભવ કરે છે. હાથણીની તીવ્ર આસક્તિ હાથીને પરવશ બનાવી દે છે. સ્પર્શેન્દ્રિય સુખોમાં આસક્ત મનુષ્ય પણ આ રીતે પરવશ બનીને દારુણ દુઃખ પામે છે.
સ્પર્શના અસંખ્ય વિષયોમાં જ્યારે જીવાત્મા લુબ્ધ બની જાય છે ત્યારે એને એ ખબર નથી પડતી કે તે વિનાશના ધાર ઉપર પગ માંડી રહ્યો છે.
પુરુષને જેમ સ્ત્રીના શરીરસ્પર્શની આસક્તિ ઘેરી લે છે તેમ સ્ત્રીને પુરુષના સ્પર્શની કામના બાળે છે. આ સ્પર્શસુખમાં આસક્ત બનેલ જે જીવાત્માઓ રાતદિન મન-વાણી અને વર્તનથી સ્પર્શસુખમાં લીન બને છે તેમણે પોતાના જ હાથે પોતાનું પતન - પોતાનો વિનાશ કરવો કબૂલ્યો છે.
શપ્યા, આસન, અંગમર્દન, ચુંબન, આલિંગનાદિ, સ્નાન, વિલેપન ઈત્યાદિ સ્પર્શમાં આસક્ત, સ્પર્શનાં સુખથી મોહિત બુદ્ધિવાળા મૂઢ જીવો હાથીની જેમ બંધન પામે છે. રસનેન્દ્રિય પરવશ માછલી :
કોઈ વાર તમે તળાવ, સરોવર, બંધ યા નદીના પાણીમાં ઊછળતી-કૂદતી. ૧૨૬
શાન્ત સુધારસઃ ભાગ ૨ |