________________
સંવરના અભિલાષી જીવોએ નીચેના વિષયોમાં સમભાવ રાખવો - લાભ-અલાભમાં, પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં. સુખ અને દુઃખમાં. જીવન અને મૃત્યુમાં. શત્રુ અને મિત્રમાં. માન અને અપમાનમાં સમભાવ રાખવો, રાગદ્વેષ ન કરવો, હર્ષશોક ન કરવો. શ્રાવકે પ્રતિદિન ચિંતન કરવું કે હું મારો પરિગ્રહ ક્યારે છોડીશ? ક્યારે તેનો ત્યાગ કરીશ? ચારિત્રધર્મ ક્યારે ગ્રહણ કરીશ? અને ક્યારે અનશન કરીને શુભ ભાવનામાં દેહત્યાગ કરીશ? 1 ઉત્તમ જીવ સર્વ જીવોના હિતની ચિંતા કરે છે.
शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं
सर्वत्र सुखीभवतु लोकः ॥ કવિએ કહ્યું છે, હે જગતના મિત્ર ! તારે કોઈની સાથે વેર ન બાંધવું. સદેવ સત્યવચન બોલવું, પરદ્રવ્ય ગ્રહણ ન કરવું અને કામદેવની સેનાને જીતવા માટે શીલરૂપ બખ્તર ધારણ કરવું. નવવિધ પરિગ્રહનો ત્યાગ કરવો. એનાથી તને, અપરંપાર શાન્તિ-સુખ મળશે. . દેવી, માનુષી અને પશુઓના ઉપસર્ગ - ઉપદ્રવ જો થાય તો સમતાથી, નિશ્ચલ
થઈને સહન કરવા. જે રીતે ભગવાન મહાવીરે ૨૨ પરીષહો સહન કર્યા હતા, એ રીતે તારે પણ પ્રયત્ન કરવાનો છે, આ શ્રેષ્ઠ ઉપાય છે. આજે બસ, આટલું જ.
[૧૯૦
'શાન્તસુધારસ ભાગ ૨