Book Title: Shant Sudharas Part 02
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 261
________________ કર્યાં ન હતાં, છતાં બ્રહ્મચર્ય શીલધર્મના પ્રભાવથી એ મોક્ષમાં ગયા હતા. સાધુ અને શ્રાવકનાં અનેક વ્રતો છે. સુખદાયી છે, છતાં પણ શીલ વગર તે તમામ વ્રતો-નિયમો ધાન્યના ફોતરાં બરાબર છે. ॥ મૂળ વગરનું વૃક્ષ કેવું હોય છે ? ગુણો વગર મનુષ્ય કેવો હોય છે ? એવા જ શીલ વગરનાં વ્રતો હોય છે એમ ભગવાન મહાવીરે કહ્યું છે. એટલા માટે શીલધર્મનું પાલન કરો. બ્રહ્મચર્યની નવ વાતોનું પાલન કરો. પછી બીજાં વ્રતો ધારણ કરો. આ રચના કવિ ઉદયરત્નની છે. તપધર્મ : ચતુર્વિધ ધર્મમાં ત્રીજો ધર્મ છે - તપધર્મ. તપના વિષયમાં નિર્જરા ભાવનામાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. છતાં પણ તપના મહિમા અંગે કંઈક નિવેદન કરું છું. यत्पूर्वार्जितकर्मशैलकुलिशं, यद् कामदावानलज्वालाज्वालजलं यदुग्रकरणग्रामादि मंत्राक्षरम् । यत्प्रत्यूहतमः समूह दिवसं, यल्लब्धि लक्ष्मीलतामूलं तद्विविधं यथाविधि, तपः कुर्वीत वीतस्पृहः ॥ પૂર્વ ઉપાર્જિત કર્મરૂપ પર્વતને તોડવા માટે તપ વજ સમાન છે. કામવાસનાની અગ્નિજ્વાળાને શાન્ત કરવા માટે - હોલવી નાખવા માટે જળ સમાન છે. ઇન્દ્રિયરૂપ સર્પનું ઝેર ઉતારવા માટે મંત્રસ્વરૂપ છે. વિઘ્નરૂપ અંધકારને મટાડનાર પ્રભાત સ્વરૂપ છે. લબ્ધિ અને લક્ષ્મીરૂપ લતાનું મૂળ છે - તપ. વિવિધ પ્રકારનું તપ નિઃસ્પૃહ ભાવે કરવું જોઈએ. यस्माद्विघ्न परंपरा विघटते, दास्यं सुराः कुर्वते, कामः शाम्यति दाम्यतीन्द्रियगणः कल्याणमुत्सर्पति । उन्मीलन्ति महर्द्धयः कलयति ध्वंसं च यः कर्मणां, स्वाधीनं त्रिदिवं शिवंच भवति, श्लाघ्यं तपस्तन्न किम् ? ॥ १ ॥ તપશ્ચર્યાથી વિઘ્નોની પરંપરા ઓછી થાય છે. દેવ અસુરો સેવા કરે છે. કામવાસના શાન્ત થાય છે. ઇન્દ્રિયોનું દમન થાય છે. કલ્યાણ વ્યાપક બને છે. મોટી મોટી સંપત્તિઓ વૃદ્ધિ પામે છે. કર્મ નાશ પામે છે. સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવું તપ પ્રશંસનીય નથી ? અવશ્ય પ્રશંસનીય છે ! ધર્મપ્રભાવ ભાવના . ૨૫૧

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308