Book Title: Shant Sudharas Part 02
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 304
________________ દુરાગ્રહ હશે, તો તમે શાન્તસુધારસનું પાન નહીં કરી શકો. આગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ - એ બધાં આગ્રહ બાધક બને છે. શાન્તસુધા૨સના પાનમાં એટલા માટે અનાગ્રહી બનવાનું છે. અભક્ષ્ય - દોષપૂર્ણ આહાર પણ ત્યજવાનો છે. આહારની અસર મન ઉપર પડે છે. ‘જેવું અન્ન એવું મન.' એવું કહેવામાં આવે છે. , ચોથી વાત પણ ખૂબ મહત્ત્વની છે. બીજાંનાં સુખવૈભવ જોઈને મનમાં ઈર્ષ્યા તો નથી થતી ને ? દુઃખ તો નથી થતું ને ? એટલે કે ભૌતિક સુખોનું આકર્ષણ છૂટી જવું જોઈએ. આપણા પોતાનાં સુખોમાં રાગ નહીં, બીજાંનાં સુખ જોઈને દ્વેષ નહીં ! ‘શાન્તસુધારસ’નું પાન કરવું હોય તો આ બધી વાતો તમારે સમજવી પડશે. હું ઇચ્છું છું કે આ ભાવનાઓથી તમે ભાવિત બનો. આ ભાવનાઓને અનુરૂપ વિચારો બનાવો, તમે જરૂરથી શાન્તિ પામશો. “ધર્મપ્રાપ્તિ’ ભાવનાનું વિવેચન આજે પૂર્ણ થાય છે. તમે આ ભાવનાને આત્મસાત્ કરતાં અનંત ગુણોને પ્રાપ્ત કરો, એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ. ૨૯૪ શાન્તસુધારસ : ભાગ ૨

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308