Book Title: Shant Sudharas Part 02
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 302
________________ ખૂબ જ મહત્ત્વની વાત કરી છે ગ્રંથકારે. વિનીત વ્યક્તિને સહજરૂપે શાન્તસુધારસનું પાન મળે છે. એ મુક્તિમંદિર ઉપર પહોંચી શકે છે. સારભૂત તત્ત્વ એકમાત્ર મોક્ષ જ છે અને તે વિનીત આત્મા પામે જ છે. પૃથ્વીચંદ્ર પિતાનો વિનય કર્યો. આઠ કન્યાઓ સાથે લગ્ન કર્યો, પરંતુ એક વિનયગુણમાંથી અનંત ગુણ પેદા કર્યા ને તે કેવળજ્ઞાની બન્યા, મોક્ષમાં ગયા. ગુણસાગરની પત્નીઓ પણ કેવી વિનીત હતી? “પતિ રાગી તો અમે રાગી, પતિ વિરાગી તો અમે પણ વિરાગી ! તે જેવું કહેશે એવું કરીશું.” કેટલો સરસ પ્રત્યુત્તર હતો એ કુમારી-કન્યાઓનો ? છે એવો માતા-પિતાનો વિનય? છે આવી પતિપરાયણતા? મોક્ષની વાત કરવી સરળ છે, વિનયગુણને આત્મસાત્ કરવો સરળ નથી. વિનયગુણથી અનંત ગુણોની યાત્રા : જો તમે વાસ્તવમાં મોક્ષ ઇચ્છતા હો તો તમારે વિનયી બનવું જ પડશે. વિનીત બનવા માટે સરળ-મૃદુ બનવું પડશે. કઠોર હૃદયવાળો મનુષ્ય વિનીત બની શકતો નથી. હૃદયની મૃદુતા-કોમળતા મહત્ત્વપૂર્ણ વાત છે. કારણ કે મૃદુતાને આધારે વિનયગુણ ટકે છે. પૃથ્વીચંદ્રનું હૃદય કેટલું કોમળ હતું? ગુણસાગરના કેવળજ્ઞાનની ઘટના સાંભળતાં સાંભળતા એનું હૃદય પ્રફુલ્લિત થઈ ઊડ્યું અને અનુમોદના કરવા લાગ્યું. એનું હૃદય ઉપશાંત થયું, ધર્મધ્યાનમાં નિમગ્ન થયું અને શુક્લધ્યાનમાં પ્રવેશ કર્યો. રાજસિંહાસન ઉપર બેઠાં બેઠાં જ કેવળજ્ઞાની બની ગયો. આત્માના અનંત ગુણ પ્રકટ થઈ ગયા. એ જ રીતે ગુણસાગર અને એની આઠ પત્નીઓએ લગ્નમંડપમાં હસ્તમેળાપ કરતાં કરતાં જ ધર્મધ્યાન - શુક્લધ્યાન કર્યું અને કેવળજ્ઞાની બની ગયાં. ગૃહસ્થવેશમાં કેવળજ્ઞાન પામી ગયાં, દેવેન્દ્ર આવીને સાધુવેશ પ્રદાન કર્યો. તમે તમારા હૃદયને મૃદુ - કોમળ બનાવો, એ હૃદયમાં વિનય રહેશે. વિનય આત્માને અનંત ગુણો તરફ લઈ જશે. પરદોષદર્શન ન કરોઃ મૃદુતાને ખંડિત કરનાર તત્ત્વ છે - પરદોષદર્શન. પરદોષદર્શન એક પ્રકારની ક્રૂરતા છે. ક્રૂરતા મૃદુતાની ઘાતક છે. એટલા માટે એવી તત્તવૃષ્ટિ બનાવો કે બીજાંના દોષ દોષરૂપ દેખાય જ નહીં દુઃખ આપનારને ય દુશ્મન માનવાનો નથી. ક્રૂરતા માટે તમારે તમારાં હદય-દ્વાર બંધ રાખવાનાં છે. એવું તત્ત્વચિંતન યાદ કરી લો કે કોઈ પણ જીવાત્મા માટે દ્વેષ રોષ જાગે જ નહીં. ઘરમાં હો કે બહાર હો, દુકાનમાં હો. કે બજારમાં હો, બીજાં માણસોના દોષ જુઓ નહીં અને બોલો પણ નહીં. ( ૨૯ર શાન્ત સુધારસઃ ભાગ ૨

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308