________________
દેશના સાંભળવા ઉદ્યાન તરફ જવા લાગ્યા. શેઠ માકંદી, જિનપાલિત આદિ પરિવારની સાથે ઉદ્યાનમાં ગયા. દેવોએ સમવસરણની રચના કરી હતી. અષ્ટ પ્રાતિહાર્યની શોભાથી ભગવાનની શોભામાં વૃદ્ધિ થઈ હતી. દેવ, દેવેન્દ્ર, મનુષ્ય, પશુ અને પક્ષી.... બધાં જ પોતપોતાના સ્થાને બેસી ગયાં હતાં. ભગવાને દેશના શરૂ કરી.
क्षमा - सत्य - संतोष दयादिक सुभगसकलपरिवार । देवासुरनरपूजितशासन - कृतबहुभवपरिहार ॥ ५ ॥ ધર્મનો પરિવાર - ક્ષમા, સત્ય, સંતોષથી સમૃદ્ધ છે. ધર્મશાસન દેવ, દાનવ અને માનવોથી પૂજિત છે. આ ધર્મ અનેક જન્મોની પરંપરાને તોડી નાખનારો છે.
बन्धुरबन्धुजनस्य दिवानिशिमसहायस्य સહાયઃ ।
भ्राम्यति भीमे भवगहनेऽङ्गी त्वां बान्धवमपहाय ॥ ६ ॥ જેનું કોઈ નથી, એનો સહાયક ધર્મ છે. રાતદિવસ સૌને આશ્રય આપનાર છે અને ધર્મ, તારા સમાન સહાયકને છોડીને પ્રાણી ભીષણ ભવવનમાં ભટકાઈ જાય છે.
ધર્મ - જન્મ-પરંપરાને તોડનાર :
ભગવાન મહાવીરે કહ્યું – ક્ષમા, સંતોષાદિ ચારિત્રધર્મ જન્મ-પરંપરાને તોડનારો છે. તમને ખબર હશે કે સર્વ દુઃખોનું મૂળ ‘જન્મ’ છે. જ્યાં સુધી સંસારમાં જીવ જન્મ લેતો રહેશે, ત્યાં સુધી એનાં દુઃખોનો અંત નહીં આવે. એટલા માટે એવી ધર્મ આરાધના કરો કે પુનઃ જન્મ લેવો જ ન પડે. એ ધર્મઆરાધના છે - ૧૦ પ્રકારનો ચારિત્રધર્મ. આમ તો ધર્મશાસન દેવ-દાનવો -માનવોથી પૂજિત છે. જીવનમાં ધર્મનું પાલન કરતા રહો. ધર્મથી ધન મળે છે. સર્વ ભોગસુખ ધર્મથી મળે છે, સ્વર્ગ ધર્મથી મળે છે અને મોક્ષ પણ ધર્મથી જ મળે છે. જ્યારે જન્મ-પરંપરા તૂટી જાય છે ત્યારે જીવનો મોક્ષ થાય છે.
ધર્મ - અસહાયનો સહાયક :
બીજી વાત છે - ધર્મ અસહાયનો સહાયક છે. આ દુનિયામાં જેનું કોઈ ન હોય, એનો સહાયક ધર્મ છે. એનું દૃષ્ટાંત તમારી સામે છે. એ જિનપાલિત અહીં બેઠો છે. જ્યારે રત્નદ્વીપ ઉપર બંને ભાઈઓ અસહાય બની ગયા હતા ત્યારે યક્ષના રૂપમાં ધર્મે જ એમને સહાય કરી હતી. જિનરક્ષિત ધર્મ ઉપર પોતાની શ્રદ્ધા ન રાખી શક્યો, તો મરીને નરકમાં ગયો. જિનપાલિતે શ્રદ્ધા દૃઢ રાખી તો એ સુખરૂપ ચંપામાં પહોંચી ગયો. જિનરક્ષિત ભયાનક ભવવનમાં ભટકાઈ ગયો.
૨૭૬
શાન્તસુધારસ : ભાગ ૨