Book Title: Shant Sudharas Part 02
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 297
________________ સમુદ્રમાં ભૂમિમાર્ગ મળી ગયો. દ્રૌપદીને લઈને પાછા વળતા સમુદ્ર પાર કરીને કૃષ્ણ પાંડવોને કહ્યું હું સુસ્થિત દેવની અનુજ્ઞા લેવા રથમાં બેસીને જાઉં છું. અનુજ્ઞા લઈને હું આવું છું. તમે લોકો દ્રૌપદીને લઈને ગંગા પાર કરી દો.” પાંડવો નૌકામાં બેસીને ગંગાના ભયંકર પ્રવાહને તરી ગયા. તેમણે નાવ પાછી નમોકલી. શ્રીકૃષ્ણે એક હાથ પર અશ્વસહિત રથ ઉઠાવ્યો અને એક હાથે તરવા લાગ્યા. ગંગાની મધ્યમાં આવતાં તો કૃષ્ણ થાકી ગયા. એ સમયે ગંગા નદીની અધિષ્ઠાત્રી દેવી ગંગાદેવીએ કષ્ણ માટે સમતલ ભૂમિ બનાવી દીધી. શ્રીકૃષ્ણ ત્યાં વિશ્રામ કર્યો અને તે ગંગાનદી તરી ગયા. વાત તો લાંબી છે, પરંતુ મારે તો આટલી વાત જ જણાવવી છે કે ધર્મના પ્રભાવથી સમુદ્ર પણ સમતલ ભૂમિ બની જાય છે, એટલા માટે ધર્મની આરાધના કરવામાં તમે તત્પર રહો. ધર્મના પ્રભાવોનું વર્ણન કરતાં ગ્રંથકાર આગળ કહે છે इह यच्छसि सुखमुदितदशांगं प्रेत्येन्द्रादिपदानि । . क्रमतो ज्ञानादीनि च वितरसि निःश्रेयससुखदानि ॥ पालय. ८ - “હે ધર્મ, તું આ સંસારમાં દશ પ્રકારનું સુખ આપે છે. આગળના જન્મમાં ઇન્દ્ર વગેરે પદવીઓ આપે છે અને પરંપરયા મોક્ષસુખના સાધન, સમાન જ્ઞાન વગેરે ગુણોનો ભંડાર પ્રદાન કરે છે.” ધર્મ વિવિધ સુખ આપે છેઃ એક વાત સારી રીતે સમજી લો કે સુખ ધર્મથી જ મળે છે. સર્વ પ્રકારનાં સુખ મળે છે. સુખમુક્તાવલીમાં કહ્યું છે કે - रज्जं सुसंपया भोगा कुले जम्मो सुरुवया । पडिच्चमाउमारोग्गं, धम्मस्सेयं फलं विज्ज ॥ રાજ્ય, સંપત્તિ, ભોગનાં સાધન, ઉત્તમ કુળમાં જન્મ, સારું રૂ૫, વિદ્વત્તા, દીઘ આયુષ્ય અને આરોગ્ય ધર્મનાં આ ફળ છે. તમે ધર્મ કરતા રહો, વિના માગે ધર્મ આ તમામ ભૌતિક સુખો આપે છે. ભૌતિક સુખ પામવાના ઇરાદાથી ધર્મ કરવાનો નથી, પરંતુ ધર્મથી જ સુખ મળે છે. એ શ્રદ્ધા તમારા હૃદયમાં હોવી જોઈએ. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર: એક શાસ્ત્રીય કથા કહું છું. કદાચ તમે લોકોએ સાંભળી હશે, પરંતુ ધર્મપ્રભાવ'ના સંદર્ભમાં આ કથા સમજવાની છે. આમ તો આ કથા એકવીસ ધર્મપ્રભાવ ભાવના ૨૮૭

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308