Book Title: Shant Sudharas Part 02
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 295
________________ નમસ્કાર કર્યો. લક્ષ્મણ, વિભિષણ આદિ સર્વે સીતાજીની સામે બેસી ગયા. લક્ષ્મણે કહ્યું : “હે દેવી, આપ આપની નગરીમાં અને આપના ગૃહમાં પ્રવેશ કરીને એને પવિત્ર કરો.” સીતાજીએ કહ્યું હે વત્સ, શુદ્ધિ પ્રાપ્તિ કર્યા વગર હું નગરમાં - ગૃહમાં પ્રવેશ નહીં કરું. જનાપવાદ મટાડવા - દૂર કરવા શુદ્ધ થવું અતિ આવશ્યક છે. લક્ષ્મણ, વગેરેએ જઈને શ્રીરામને સીતાજીનો સંકલ્પ કહી સંભળાવ્યો. શ્રીરામ સીતાજી પાસે આવ્યા અને બોલ્યાઃ “તું રાવણને ત્યાં રહી અને રાવણનો સ્પર્શ સુદ્ધાં થયો નથી; તો પ્રજાની સામે શુદ્ધિ સિદ્ધ કરવા માટે દિવ્ય કર.” સીતાજીના મુખ ઉપર હસવું આવ્યું. તેમણે કહ્યું: “હે આર્યપુત્ર, આપ જેવો બુદ્ધિમાન પુરુષ બીજો કોઈ નથી કે જે દોષ જાણ્યા વગર પોતાની પત્નીને અરણ્યમાં છોડી દે - ત્યાગ કરે. પહેલાં તો વનવાસનો દંડ મને આપી જ દીધો. હવે મારી પરીક્ષા કરવી છે? દિવ્ય કરાવવું છે? શું આપની વિલક્ષણતા છે ! ઠીક છે, હું તો દિવ્ય કરીને મારી શુદ્ધિ કરવા ઇચ્છું જ છું.” શ્રીરામનું મુખ કરમાઈ ગયું. તે વિકળ થઈ ગયા. તેમણે કહ્યું: “હે ભદ્ર! હું જાણું છું કે તું નિર્દોષ છે. છતાં પણ લોકોએ તારી ઉપર જે કલંક લગાડ્યું છે, એ કલંક દૂર કરવા માટે દિવ્ય કરવાની વાત કરું છું.” સીતાજીએ ગંભીરતાથી કહ્યું: “હું પાંચ પ્રકારનાં દિવ્ય કરવા તૈયાર છું.” એ સમયે આકાશમાં રહેલા નારદજી અને સિદ્ધપુત્ર સિદ્ધાર્થે કહ્યું: ‘હે રામ! સીતાજી સતી છે. મહાસતી છે એટલે બીજો કોઈ વિચાર ન કરો.” ઉપસ્થિત હજારો લોકોએ પણ દિવ્ય માટે ના...ના...પાડી. પરંતુ શ્રીરામે બધાની વાત સાંભળી ન સાંભળી કરી નાખી, એ ક્રોધાવેશમાં આવી ગયા અને બોલ્યા: “હે પ્રજાજનો, તમારામાં કોઈ મર્યાદા નથી. જાનકી ઉમ્પર કલંક તમે જ લગાવ્યું અને અત્યારે કહો છો કે સીતા મહાસતી છે! તમે લોકો ફરી કલંક લગાડી શકો છો ! તમારી ઉપર કોઈ પ્રતિબંધ તો છે નહીં. એટલા માટે હું કહું છું કે જાનકી પ્રજાની પ્રતીતિ માટે પ્રજ્વલિત આગમાં પ્રવેશ કરે.” શ્રીરામે ત્રણસો હાથ લાંબો-પહોળો અને બે પુરુષ પ્રમાણ ઊંડો ખાડો કરાવ્યો અને એમાં ચંદનનાં લાકડાં ભરાવ્યાં. ચારે કોર મોટા મોટા મંચ બનાવડાવ્યા હતા. શ્રીરામ સાથે લવકુશ, લક્ષ્મણ અને અન્ય રાજાઓનો સમૂહ બેઠો છે. આખી અયોધ્યાના પ્રજાજનો બેઠાં છે. એ સમયે થોડેક દૂર જયભૂષણ મુનિરાજને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. કેવળજ્ઞાનનો ઉત્સવ કરવા દેવ-દેવેન્દ્ર ત્યાં આવ્યા હતા. દેવોએ સીતાજીના અગ્નિ[ ધર્મપ્રભાવ ભાવના | ૨૮૫ |

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308