Book Title: Shant Sudharas Part 02
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 293
________________ પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્ત સુધારસ ગ્રંથમાં ધમપ્રભાવ ભાવના ગાતાં કહે છે दंगति गहनं जलति कृशानुः स्थलति जलधिरचिरेण । तव कृपयाखिलकामितसिद्धिर्बहुना किं नु परेण - पालय. ધર્મ ! તારી કૃપાથી ભયાનક જંગલ નગરમાં પરિવર્તિત થઈ જાય છે. આગ પાણી બની જાય છે. વિશાળ સમુદ્ર સમતલ ધરતી થઈ જાય છે. તારી કૃપાથી સર્વ મનોકામનાઓ પરિપૂર્ણ થઈ જાય છે. હવે તારા સિવાય અન્ય કોઈ સાથે મતલબ જ શું છે? ઘર્મના પ્રભાવથી જંગલ નગર બની ગયું : આજે તો પ્રવચનનો પ્રારંભ જ કથાથી કરું છું. ગ્રંથકારે ધર્મના પ્રભાવ બતાવ્યા છે તે વાસ્તવિક છે. સર્વ પ્રથમ ધર્મ અને ધમત્મિાઓના પ્રભાવથી જંગલ નગરમાં કેવી રીતે પરિવર્તિત થઈ જાય છે, તે જૈન રામાયણમાંથી પ્રાસંગિક ઘટના બતાવું છું. શ્રીરામ, લક્ષ્મણ અને સીતા વનમાં ગયા હતા. શ્રીરામ અને લક્ષ્મણ વનમાં | ફરતાં ફરતાં એક મોટા વનમાં પહોંચ્યા. ત્યાં ઘનઘોર વાદળો વરસવા લાગ્યાં. તીવ્ર વિષ થવા લાગી. એ ત્રણે જણાં એક મોટા વૃક્ષની નીચે ઊભાં રહ્યાં. શ્રીરામ બોલ્યાઃ “આપણે આ વૃક્ષની નીચે જ વષકાળ વ્યતીત કરીશું.” આ વટવૃક્ષનો અધિષ્ઠાતા દેવતા ઈભકર્ણ' એ વૃક્ષ ઉપર જ નિવાસ કરતો હતો. શ્રીરામની વાતો સાંભળી તેણે રામ, લક્ષ્મણ અને સીતા તરફ જોયું. ત્રણેની તેજસ્વિતા જોઈને એ ગભરાઈ ગયો. તેણે વિચાર કર્યો: “જો આ તેજસ્વી પુરુષ અહીં રહેશે, તો હું અહીં નહીં રહી શકું.” તે પોતાના સ્વામી ગોકર્ણ પક્ષની પાસે ગયો અને આખી વાત કરી. ગોકણે પોતાના અવધિજ્ઞાન દ્વારા જાણીને કહ્યું : ઈભકર્ણ, જે પુરુષો તારે સ્થાને આવ્યા છે, તે તો બલદેવ અને વાસુદેવ છે. તે તો પૂજનીય છે. તું ચિંતા ન કર. હું તારી સાથે આવું છું.” રાત્રિના સમયે બંને પક્ષો જ્યાં શ્રીરામ, લક્ષ્મણ અને સીતા રોકાયાં હતાં ત્યાં આવ્યાં. ગોકર્ણ યક્ષે એ જ જગાએ “રામપુરી' નામે એક સુંદર નગરી બનાવી દીધી. બાર યોજન લાંબી, નવ યોજન પહોળી, એ નગરીમાં અતિ વિશાળ મહેલો બનાવ્યા. ધનધાન્યાદિથી બજાર બનાવી દીધાં. વિશાળ રસ્તાઓ બનાવ્યા અને પોતાના પરિવાર સાથે એ નગરીની રક્ષા કરવા માટે આવી ગયો. પ્રાતઃકાળે ગોકર્ણ વીણાવાદન કર્યું. વીણાના મધુર શબ્દોથી શ્રીરામ વગેરે જાગૃત થયા. જાગતાં જ તેમણે નગર જોયું ! સામે જ વણાધારી ગોકર્ણ યક્ષને ઊભેલો જોયો. શ્રીરામ, લક્ષ્મણ અને સીતા વિસ્મિત નજરથી આસપાસ જોવા લાગ્યાં. યક્ષે વિનયથી ધર્મપ્રભાવ ભાવના , છે. આ ૨૮૩]

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308