Book Title: Shant Sudharas Part 02
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 289
________________ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામીને મુક્તિ પામી જશે. ધર્મની શ્રેષ્ઠતા - કેટલીક સૂક્તિઓઃ ધર્મરત્ન પ્રકરણ” ગ્રંથમાં કહ્યું છે કે - भवजलहिम्मि अपारे दुलहं मणुयत्तणं पि जंतूणं । तत्थ वि अणत्थहरणं, दुलहं सद्धधम्मवररयणं ॥ १६ ॥ જેનો પાર પામી શકાતો નથી એવો ભવસાગર છે, જીવો માટે મનુષ્યજન્મ પણ દુર્લભ છે. એમાં પણ અનર્થોને નષ્ટ કરનાર સદ્ધર્મરૂપ શ્રેષ્ઠ રત્ન અતિદુર્લભ છે.” સદ્ધર્મ શ્રેષ્ઠ રત્ન છે. એ પામવું અતિ દુર્લભ છે. કેમ કે સર્વમનુષ્ય આ ધર્મરત્ન પામી શકતો નથી; જેમની પાસે ગુણોનો વૈભવ હોય છે, તે જ ધર્મરત્ન પામી શકે છે ! એટલે કે ગુણવાન વ્યક્તિ જ સદ્ધર્મની પ્રાપ્તિ કરી શકે છે. ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે - जरामरणवेगेणं बुज्झमाणाणं पाणिणं । धम्मो दीवो पइट्ठा य, गई सरणमुत्तमं ॥ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ તરફ તીવ્ર ગતિથી ધસતાં પ્રાણીઓ માટે ધર્મ જ દ્વીપ છે, પ્રતિષ્ઠા છે, શરણ છે અને સહારો છે. ભગવાન મહાવીર સ્વામીએ કેટલી સુંદર વાત બતાવી છે! મનુષ્યનો જન્મ થાય છે, તે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ તરફ ગતિ કરે છે. વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જીવની અસહાય સ્થિતિ છે. એવી કરણ સ્થિતિમાં, ભવસાગરમાં ધર્મ જ દ્વીપના સ્વરૂપે છે. એ દ્વીપ ઉપર જીવાત્મા રહી શકે છે અને શ્રેષ્ઠ જિનધર્મનો સહારો લઈને પોતાના જીવનને સફળ બનાવી શકે છે. યાદ રાખો કે વૃદ્ધાવસ્થા પ્રબળ પુણ્યોદય વગર અતિ દુઃખદાયક બને છે. જે તમારા હૃદયમાં ધર્મ હશે તો બહારથી દુઃખરૂપ અવસ્થા હોવા છતાં પણ તમે ભીતરથી સુખી અને આનંદી હશો. આમ મૃત્યુના સમયે જો તમારી અંદર ધર્મનો દીપ પ્રકાશતો હશે, તો તમારું મોત સદ્ગતિમાં પહોંચાડનારું થશે, માટે મનને ધર્મમાં જ રમમાણ રાખો. ક્ષમા, નમ્રતા, સરળતા આદિ ધર્મોના ચિંતન-મનનમાં મનને યુક્ત રાખો. - વૈરાગ્યશતકમાં કહેવામાં આવ્યું છે કે - अथिरेण थिरो- समलेण, निम्मलो परवसेण साहिणो । देहेण जइ विढप्पइ धम्मो ता किं न पज्जत्तं ?॥ [ ધર્મપ્રભાવ ભાવના | ૨૭૯]

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308