________________
પરંતુ એ બે ભાઈઓએ એની સામે ન જોયું. ત્યારે તેણે પોતાના જ્ઞાનથી બે ભાઈઓના મનના ભાવ જાણવા પ્રયત્ન કર્યો. તેને લાગ્યું કે જિનપાલિત તો વિરક્ત જ છે, પરંતુ જિનરક્ષિતના મનમાં મારા શબ્દોની અસર થઈ છે. તે માટે વશ થશે.” તેણે જિનરક્ષિતને લક્ષ્ય બનાવીને કહ્યુંઃ હે જિનરક્ષિત, તારો ભાઈ જિનપાલિત તો દયાહીન છે, નિષ્ફર છે, પરંતુ તું તો મારો પ્રાણાધાર છે. મારા જેવી દુઃખી, વિરહિણીની સામે તો જો, મેં તમારી બંનેની ઉપર ઉપકાર નથી કર્યા? કેમ ભૂલી જાઓ છો? હા, જો મારી કોઈ ભૂલ થઈ હોય, કોઈ અપરાધ થયો હોય, તો બતાવો. નિર્લજ્જ ન બનો' અને એ કરુણ રુદન-કલ્પાંત કરવા લાગી.
અંદર તો દ્વેષ છે. દ્વેષની ભયાનક આગ સળગી રહી છે, પણ તે બહારથી પ્રેમ બતાવી રહી છે. રૂદન કરે છે. બે ભાઈઓ ઉપર પુષ્પવૃષ્ટિ કરે છે. સુગંધી ચૂર્ણ ફેંકે છે. ઘંટનાદ કરે છે.
તમે મારાથી નિર્લેપ કેમ થયા? મારું તો હૃદય ફાટી રહ્યું છે. તમે મારી સામે જુઓ તો ખરા! હું તો તમારા પદકમળની પૂજારણ છું. આ દ્વીપ ઉપર. આ અગાધ સમુદ્રમાં મને એકલી છોડીને ન જાઓ મારા સ્વામી! તમારા સિવાય મારે માટે કોણ આધાર છે? તમે ઇચ્છો તો તમારે માટે મારા પ્રાણ અર્પી દઉં...! એક વાત સાંભળી લો, તમારા વગર હું જીવિત નહીં રહી શકું, એટલા માટે વારંવાર કહું છું કે તમે પાછા ફરો.” જિનરક્ષિતની ચંચળતાઃ
જિનરક્ષિતની ઇચ્છા થઈ કે એ દેવીને સ્પર્શી લે, એને પોતાનામાં સમાવી દે, એનાં આંસુ લૂછી નાખે. દેવીનાં હિબકાં તો વધતાં જ ચાલ્યાં અનેજિનરક્ષિત બેચેન બની ગયો. કેટલીક વાર તો દેવીના દેહની કલ્પનામાં ડૂબી ગયો. તેના વાળ, સુપુષ્ટ પ્રદેશ અને ઉન્નત કટિપ્રદેશ... એના મનમાં અતૃપ્ત વાસનાઓનો, આકાંક્ષાઓનો. સ્ત્રોત ફૂટી નીકળ્યો. પ્રેમની ઊંડી લાગણીઓ એની આંખોમાં ઊતરી આવી. તે વિવશ બની ગયો. કરુણ બની ગયો. તેણે વિચાર્યું - જ્યારે અમારું જહાજ સાગરમાં ડૂબી ગયું.... અમે તરતા તરતા રત્નદ્વીપને કિનારે આવ્યા. અમે ભૂખ્યા-તરસ્યા હતા. થાકેલા-હારેલા હતા. અમારી ઉપર આકાશ અને નીચે ધરતી હતી. એ સંકટપૂર્ણ સ્થિતિમાં આ દેવીએ અમને સહારો આપ્યો હતો. સુખ આપ્યું. અને અમને બે ભાઈઓને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું હતું. કદીય અમારાં દિલ દુઃખાવ્યાં ન હતાં. કદી રોષ કર્યો નહીં. પેલું ઈન્દ્રની પાસે એનું નવું...અમારું દક્ષિણ તરફના બગીચામાં જવું... અને શૂળી ઉપર ચડેલા માણસને જોવો... એની વાતો સાંભળવી... અને આખું ચક્ર બદલાઈ ગયું. એ મનુષ્યની વાતો અમે માની લીધી, અમે ગભરાઈ ગયા અને દેવીનો પ્રેમ. એનું આકર્ષણ ભૂલી ગયા. ૨૭૪
શાન્ત સુધારસ ભાગ ૨