Book Title: Shant Sudharas Part 02
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 272
________________ સજ્જનતા અને વિશુદ્ધ બુદ્ધિ! અન્ય શું જોઈએ? તમે કલ્પવૃક્ષની પાસે રહો. તમને એ તમામ ફળ મળવાનાં છે. અહીં વર્તમાન કાળમાં જેની પાસે આ ફળો છે, જેટલાં ફળો છે, તે તમામ ધર્મના પ્રભાવે જ છે. પૂર્વજન્મમાં કરેલી ધર્મઆરાધનાનાં એ ફળો છે. ધર્મનાં આ તમામ ફળો પ્રાપ્ત કરીને જો મનુષ્ય ધર્મપરાયણ બને - ધાર્મિકતાને જીવનમાં ઉતારે, તો. આગામી જન્મમાં પણ એ એવાં જ ફળ પ્રાપ્ત કરે. એનાથીય સારાં ફળો મેળવે છે. પરંતુ જો તે ધર્મથી પ્રાપ્ત થયેલાં સુખોમાં ઉન્મત્ત થઈને પાપાચરણ કરતો રહે, તો ફરીથી ધર્મના ફળસ્વરૂપ ભૌતિક સુખો એને નહીં મળે. એ દુઃખોના નરકમાં પડશે. એટલા માટે દાન-શીલ આદિ ધર્મ અને ક્ષમા-નમ્રતા આદિ ધર્મનો કદીય ત્યાગ ન કરો. ઘર્મની દુર્લભતા - એક કાવ્યઃ શ્રી જયસોમ મુનિરાજે ધર્મની દુર્લભતા ગાતાં કહ્યું છે - ધન ધન ધર્મ જગહિતકર, ભાખીયો ભલો જિનદેવ રે. ઈહ પરભવ સુખદાયકો, જીવડા જનમ લગે સેવ રે... ભાવના સરસ સુખલડી, રોળ તું હૃદય આરામ રે સુકત-તરુ લહિય બહુ પસરતી, સફળ ફલશે અભિરામ રે..૧ ખેત્ર શુદ્ધિ કરીય કરણારસે કાઢી મિથ્યાદિક સાલ રે ગુપ્તિ ત્રિહ ગુપ્તિ રુડી કરે નીક તું સુમતિની વાત રે..૨ સીંચજે સુગુરુ વચનામૃત, કુમતિ કંધેર તજી સંગ રે ક્રોધ માનાદિક સ્કરા, વાનરા વાર અનંગ રે.૩ સેવતાં એહને કેવલી, પનરચય તીન અણગાર રે ગૌતમ શિષ્ય શિવપુર ગયા. ભાવતા દેવગુરુ સાર રે..૪ શુક પરિવ્રાજક સીધલો, અર્જુનમાલી શિવવાસ રે. રાય પરદેશી અપાવીઓ, કાપીઓ તાસ દુઃખ પાસ ૨.૫ દુસમ સમય “દુખસહ” લગે, અવિચલ શાસન એહ રે. ભાવશ્ય ભવિયણ જે ભજે, તેહ શુભમતિ ગુણગેહ રે...૦ આ પ્રાચીન ગુજરાતી ભાષાનું કાવ્ય છે. આનો સંક્ષેપમાં તમને અર્થ બતાવું છું. ૧. ધન્ય હો ધન્ય હો ધર્મને - જે ધર્મ જિનેશ્વર દેવોએ કહ્યો છે. આ શ્રેષ્ઠ ધર્મ છે, આ ભવમાં અને પરભવમાં સુખ આપનાર છે. એટલા માટે હે જીવ! તું જીવનપર્યત આ ધર્મની આરાધના કર. ( ૨૬૨ શાન્તસુધારસઃ ભાગ ૨)

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308