Book Title: Shant Sudharas Part 02
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 254
________________ પરમોપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ધર્મપ્રભાવ ભાવનાનો પ્રારંભ કરતાં સ્વાગતા” છંદમાં ગાય છે - दानं च शीलं च तपश्च भावो, धर्मश्चतुर्धा जिनबान्धवेन । निरूपितो यो जगतां हिताय, स मानसे मे, रमतामजनम् ॥ જગતના હિત અને કલ્યાણ માટે જિનેશ્વર ભગવંતોએદાન-શીલ-તપ અને ભાવ - એ રીતે ચાર ધર્મ બતાવ્યા છે. એ ધર્મનું મારા મનમાં નિરંતર સ્થાન રહો. આ ચતુર્વિધ ધર્મનું વિવેચન કરવા પૂર્વે ધમપ્રભાવ ભાવનાનું એક ચિંતન બતાવું છું. ભાવના ભાવવી સરળ બનશે એનાથી. ધર્મપ્રભાવ ચિંતન : | સર્વ જીવોના આત્મહિત માટે, સર્વ જીવોના આત્મકલ્યાણ માટે પરમ કૃપાનિધિ જિનેશ્વર ભગવંતોએ કેટલો યથાર્થધર્મ બતાવ્યો છે! તીર્થકરોનું આત્મતત્ત્વ જ કેટલું ' ઉત્તમ હોય છે? પરહિતરસિકતા એમના એક-એક આત્મપ્રદેશને આર્ટ બનાવે છે. જ્યારે જ્ઞાનદ્રષ્ટિથી તેઓ વિશ્વના અનંત અનંત જીવોને દુખ, ત્રાસ અને સંતાપોથી. પરેશાન થતા જુએ છે ત્યારે તેમનો આત્મા અનુકંપાથી - કરુણાથી ઊભરાઈ જાય છે. ‘મારામાં એવી અપૂર્વ શક્તિ આવે છે જેથી સમગ્ર જીવસૃષ્ટિને સંસારનાં દુખોથી મુક્ત કરીને પરમ સુખ - શાશ્વ સુખ પ્રાપ્ત કરાવું.” સર્વ જીવોના કલ્યાણની આ ભાવનાને ફલવતી બનાવવા કેવી ઘોર તપશ્ચર્યા તેઓ કરે છે! એ કેવી ભવ્ય આરાધના કરે છે ચારિત્રધર્મની, શ્રતધર્મની અને શ્રદ્ધા ધર્મની ! આ બધું જ્યારે શાસ્ત્રોમાં વાંચ્યું, તો મારી આંખો ખુશીનાં આંસુઓથી છલકાઈ ગઈ. આ ભાવના અને આરાધનાના સંયોજનથી તીર્થકરત્વનો જન્મ થયો; તેઓ તીર્થંકર બન્યા. જન્મજાતવૈરાગી પ્રભુ સંસારનો ત્યાગ કરીને ઘાતી કર્મોને દૂર કરવા માટે વીરતાપૂર્વક તપશ્ચર્યા કરે છે. ઘાતી કર્મ નષ્ટ થાય છે અને તેઓ સર્વજ્ઞસર્વદર્શી-સર્વશક્તિમાન વીતરાગ પરમાત્મા બની જાય છે. ઘાતી કર્મોનો નાશ થતાં રાગદ્વેષ, મોહ વગેરે તમામ દોષો આમૂલ નાશ પામે છે. તેઓ આંતરશત્રુઓના વિજેતા બની જાય છે અને એની પછી તેઓ પૂર્ણ દર્શન અને પૂર્ણ જ્ઞાનથી જગતને ધર્મનો પ્રકાશ આપે છે. વીતરાગ પ્રભુએ કેટલો નિર્દોષ ધર્મ બતાવ્યો છે? કેટલો કલ્યાણકારી ધર્મ કહ્યો છે? આચારમાર્ગ અને વિચારમાર્ગ - બંને માર્ગનું કેવું નિર્દોષ પ્રતિપાદન કર્યું ! માગનુસારી જીવનની આચારસંહિતાથી શરૂ કરીને છઠ્ઠા ગુણસ્થાન પર સ્થિત સાધુની આચારસંહિતાનું સુરેખ, સુસંગત અને ક્રમિક પ્રતિપાદન વાંચીને સાચે જ શાન્તસુધારસઃ ભાગ ૨) ૨૪૪

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308