Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora
View full book text
________________
10
પણ આ સર્વ અતિસંક્ષિપ્ત ગદ્યકૃતિઓ છે. સુદીર્ધ અને વ્યવસ્થિત ગદ્યરચના આપણને પ્રથમ વા૨ તરુણપ્રભસૂરિના ‘ષડાવશ્યક બાલાવબોધ’ (સં. ૧૪૧૧ - ઈ.સ. ૧૩૫૫) માં મળે છે. આ વિસ્તૃત રચના બતાવે છે કે એની પૂર્વે ગુજરાતી ગદ્યનું ખેડાણ સારા પ્રમાણમાં થયું હોવું જોઈએ. ધાર્મિક વિષયોના ઉદાહરણ માટે કર્તાએ એમાં નાની મોટી અનેક કથાઓ આપી છે.
શ્રીધરાચાર્યકૃત સંસ્કૃત ‘ગણિતસાર’નો બ્રાહ્મણ રાજકીર્તિમિશ્રકૃત બાલાવબોધ સં. ૧૪૪૯ (ઈ.સ. ૧૩૯૩)માં રચાયો છે. તત્કાલીન અન પૂર્વકાલીન ગુજરાતમાં તોલ માપ અને નાણાં વિશે એ સારી માહિતી આપે છે. અને પાટણના એક મોઢ વણિક કુટુંબના બાળકોને એ વિષયનું જ્ઞાન આપવા માટે એની રચના થઈ છે.
‘શ્રાવકવ્રતાદિ અતિચાર’ નું સાદું ગદ્ય સં. ૧૪૬૬ (ઈ.સ. ૧૪૧૦)માં લખાયેલું મળ્યું છે. ઈસવી સનના ચૌદમા શતકના ઉત્તરાર્ધમાં અને પંદરમાના પૂર્વાર્ધમાં થયેલા તપાગચ્છના આચાર્ય સોમસુન્દરસૂરિ (ઈ.સ. ૧૩૭૪-૧૪૪૩) પ્રકાંડ પંડિત હોવા સાથે એક શિષ્ટ ગ્રન્થકાર હતા. એમણે અનેક સંસ્કૃત ગ્રન્થો અને ગુજરાતી કાવ્યો ઉપરાંત ‘ઉપદેશમાલા (સં. ૧૪૮૫ - ઈ.સ. ૧૪૨૯), ‘ષડાવશ્યક’, ‘યોગશાસ્ત્ર', ‘આરાધનાપતાકા’, ‘નવતત્વ’, ‘ભક્તામરસ્તોત્ર', ‘ષષ્ટિશતક પ્રકરણ' આદિ ઉપર બાલાવબોધો આપ્યા છે. ખરતરગચ્છની પિપ્પલક શાખાના આચાર્ય જિનસાગરસૂરિએ સં. ૧૫૦૧ (ઈ.સ. ૧૪૪૫)માં ‘ષષ્ટિશતક' ઉપર બાલાવબોધ રચ્યો છે.
ત્યારબાદ રચાયેલા શ્રી મેરુસુંદરગણિના બાલાવબોધો સંખ્યા, ગુણવત્તા અને ભાષાશૈલીના અભ્યાસની દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. તેમના શીલોપદેશમાલા, પડાવશ્યકસૂત્ર, પુષ્પમાલા, ધૃતરત્નાકર વગેરે વિશેના બાલાવબોધો મુખ્યત્વે અમુદ્રિત સ્વરૂપે મળે છે. તેમાંથી ષડાવશ્યક બાલાવબોધનું સંપાદન અને સંશોધનનું કાર્ય આ શોધનિબંધ નિમિત્તે કર્યું છે.
પ્રસ્તુત શોધનિબંધમાં મુખ્યત્વે ત્રણ વિભાગ પાડ્યા છે : પ્રથમ વિભાગમાં ‘ષડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત ષડાવશ્યક બાલાવબોધ વિશે વિસ્તૃત ભૂમિકા આપી છે. જૈન આગમોમાં વર્ણિત ષડાવશ્યક કર્મોનો ક્રમશઃ પરિચય આપવાની સાથે સાથે પ્રસ્તુત બાલાવબોધમાં થયેલા તે અંગેના વિશદ નિરૂપણની પણ ચર્ચા કરી છે. સામયિક, સ્તવન, વંદન, પ્રતિક્રમણ, કાર્યોત્સર્ગ અને પ્રત્યાખ્યાન વિશે આગમનિર્દેશિત અર્થની સાથે મેરુસુંદરસૂરિની વાચના પણ રજૂ કરી છે.
બીજા વિભાગમાં મેરુસુંદરસૂરિના ‘ષડાવશ્યક બાલાવબોધ' ની હસ્તપ્રતનું સંપાદન કર્યું છે. તે માટે લા.૬. પ્રાચ્ય ભારતીય વિદ્યામંદિરમાંથી મળેલી હસ્તપ્રતનો આધાર મુખ્યત્વે લીધો છે.
વિભાગ ત્રણમાં પ્રસ્તુત બાલાવબોધનો સંક્ષિપ્ત સાર આપવાનો પ્રયત્ન કર્યો છે. પંચપરમેષ્ઠી નમસ્કારથી બાલાવબોધનો આરંભ કરીને બાલાવબોધકારે વિવિધ પ્રકારે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 162