Book Title: Saral Sanskritam Part 03
Author(s): Yashovijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 8
________________ THશકયા જિનશાસનના અણમોલ તત્ત્વો, અજોડ પદાર્થો, અનુપમ પરમાર્થો અને અદ્ભુત તર્કો મહાનિધાન સમા છે. પણ એ નિધાનને તાળું મારેલું છે. આ તાળાની ચાવી એટલે સંસ્કૃતભાષા. આમે ય સંસ્કૃત જેવી પદ્ધતિસર, નિયમબદ્ધ અને રોચક બીજી એકે ય ભાષા નથી. પણ, આ સંસ્કૃત ભાષા થોડી અટપટી અને અઘરી છે. એટલે જ આ ભાષામાં સરલતાથી પ્રવેશ થઈ શકે તે માટે આચાર્ય વિજય શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દી વર્ષે સંસ્કૃતભાષા ભણવા માટે ઉપયોગી પાંચ પુસ્તકોનો સેટ પ્રકાશિત કરતા અમે અનહદ આનંદ અનુભવીએ છીએ. નવા-નવા સ્વાધ્યાયો, નિયમોની સરળ રજૂઆત અને રૂપો ગોખવાની સરળ પદ્ધતિઓથી આ પાંચેય પુસ્તક જિનશાસનમાં આજેય બનશે. એવી ભાવના સહ... દ્વિતીય આવૃત્તિ વેળાએ... અમને અત્યંત હર્ષ છે કે અધ્યયનશીલ વર્ગે અમારા પ્રયાસને ઉમળકાભેર અભિનંધો છે. જેના ફલસ્વરૂપે આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરવા જઈ રહ્યા છીએ... આ જ પ્રતિભાવ બન્યો રહે એ જ અપેક્ષા તથા આના માધ્યમે સંસ્કૃત અધ્યયન સરળ અને શીધ્ર બને એ જ મંગલ કામના... શ્રીદિવ્યદર્શન ટ્રસ્ટ વતી, કુમારપાળ વી. શાહના પ્રણામ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 216