Book Title: Saptabhangivinshika Author(s): Abhayshekharsuri Publisher: Divya Darshan Trust View full book textPage 3
________________ પ્રકાશકીય શ્રી જૈન વાડ્મય એટલે તત્ત્વોનો ખજાનો... આ ખજાનામાંનું એક અણમોલ રત્ન એટલે સપ્તભંગી... પણ કલિકાળના વિષમ પ્રભાવે ઢંકાયેલી હતી એની ચમક. આજે એ ચમકને પ્રકાશમાં લાવી રહ્યા છે... સ્વનામધન્ય તપાગચ્છીય શ્રી વિજયપ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના એક સૂક્ષ્મ તત્ત્વચિંતક વિદ્વર્ય પ. પૂ. આ. શ્રી વિજય અભયશેખરસૂરિ મહારાજ. અદ્ભૂત અનુપ્રેક્ષા દ્વારા શબ્દોને આરપાર વીંધીને અપૂર્વ રહસ્યોદ્ઘાટન કરનારી અનેક પૂર્વાચાર્યોના ગ્રન્થો પરની વિવેચનાઓ તેઓશ્રીએ આજ સુધીમાં શ્રી સંઘને ચરણે ભેટ ધરી છે... આજે તેઓશ્રી શ્રીસંઘને એક ઓર વિશિષ્ટ ભેટ ધરી રહ્યા છે... એ છે, પોતે જ રચેલ એક ગ્રન્થ શ્રી સપ્તભંગી વિંશિકા... સ્વોપક્ષવૃત્તિ અને ગુજરાતી વિવેચનથી અલંકૃત આ ગ્રન્થ સપ્તભંગી ૫૨ કેવો અનુપમ પ્રકાશ રેલાવી રહ્યો છે એ તો ગ્રન્થનું ધ્યાનપૂર્વક અધ્યયન કરવા સાથે, આજ સુધીના સપ્તભંગી અંગેના સાહિત્યને અવગાહનાર જ જાણી-માણી શકશે... શ્રી જિનવચનોના આલંબને પદાર્થના ભવ્ય-દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવનારા ગ્રન્થકાર પૂજ્યશ્રીના ચરણોમાં કોટિશઃ વંદના. આ ગ્રન્થના પ્રકાશનમાં સ્વકીયજ્ઞાનનિધિમાંથી સંપૂર્ણ અર્થલાભ લેનાર શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ-મિરજને ખૂબ ખૂબ ધન્યવાદ. પુસ્તકનું સુંદર મુદ્રણ કરનાર ભરત ગ્રાફિક્સવાળા ભરતભાઈ, મહેન્દ્રભાઇ તથા પૂરા સ્ટાફને ધન્યવાદ. આ ગ્રન્થ દ્વારા રેલાઈ રહેલા અલૌકિક પ્રકાશનો લ્હાવો લેવાની સહુ કોઈ જિજ્ઞાસુઓને વિનંતી સાથે, Jain Education International દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 180