Book Title: Sangh Swarup Darshan Part 01 Author(s): Kirtiyashsuri Publisher: Sanmarg PrakashanPage 15
________________ ગયું. ગરમ થયા વિના ઘાટ ઘડાય પણ કેવી રીતે ! શાસનપક્ષને તેની કોઈ જ ચિંતા ન હતી. વચમાં વ્યાખ્યાન-વિરામની અવિચારી ઓફર આવેલી, પણ એમાંય શાસન વિરોધીઓની ચાલ ઉંધી પડી. જાતજાતની ધમકીઓની ચિઠ્ઠીઓ આવતી રહી. બધી પાંચમી સમિતિને આધીન થઈ જતી. કોઈ ડર નહિ, કોઈ આશંકા નહિ . ન તો ભૂર્ગભમાં ઉતરી જવાની કોઈ કાયરતા કે ન તો સસ્તી લોકલાગણી જીતવા માટે ‘મને ખૂનની ધમકી મળી' એવી કોઈ બૂમાબૂમ. એક મરજીવાની અદાથી શાસનરક્ષાની પ્રવૃત્તિ અસ્ખલિત ચાલુ રાખી. વડીલો પણ આ બધી ધમકીઓથી ગભરાયા નહિ પણ આ એકના એક સમર્થ યોદ્ધાની સુરક્ષા માટે સજાગ તો બની ગયા. એક રાતમાં રામવિજયજી મ.ના સંથારા સાત જગ્યાએ બદલાઈ જતા. શાસન અને ગુરુવર્યોના ખોળે માથું મૂકીને નિશ્ચિંતમને જીવનારા રામવિજયજીને નિરાંતની નીંદર આવતી. કોઈ ભયના ભણકારા એમને ઉજાગરો કરાંવી શકતા નહિ. આ તકે મને મહાભારતનો ચક્રવ્યૂહવાળો પેલો પ્રસંગ યાદ આવે છે. કૌરવોએ ચક્રવ્યૂહની રચના કરેલી. તે દિવસે ચક્રવ્યૂહને ભેદવાનું જ્ઞાન ધરાવતા કૃષ્ણ અને અર્જુન યુદ્ધભૂમિની બહાર હતા. બાકીના ચક્રવ્યૂહ ભેદવા અસમર્થ હતા. આ સમયે અર્જુનપુત્ર અભિમન્યુએ કહ્યું-‘ચક્રવ્યૂહમાં પ્રવેશ કરવાનું જાણું છું. નીંકળવાનો માર્ગ મને ખબર નથી.’ પાંડવ મહારથીઓએ કહ્યું-‘તું એકવાર અંદર લઈ જા. અમે તારી પડખે જ છીએ. આગળ જતાં ચક્રવ્યૂહ તોડીને બહાર નીકળી જઈશું.' ચક્રવ્યૂહના એક પછી એક કોઠા અભિમન્યુએ ભેદવા માંડ્યા. કૌરવ સેનાના મહારથીઓએ જોયું કે આને નહિ અટકાવીએ તો આ છોકરો આજે જ યુદ્ધ પૂરું કરી નાંખશે. કપટ રચીને તેમણે પાંડવ મહારથીઓનું રક્ષણ એનાથી દૂર કર્યું. અભિમન્યુને એની ક્યાં પડી હતી ! એકલવીર બનીને એવો ઝઝૂમતો રહ્યો કે કોઈ મહા૨થી એની સામે ટકી શક્યો નહિ. છેલ્લે અનીતિ આંચરીને બધા વીરોએ ભેગા મળી અભિમન્યુનો વધ કર્યો. રામવિજયજી મહારાજને મોખરે રાખીને સુધારકોની વ્યૂહ રચનાનો નાશ કરતા વડીલ મહાપુરુષોની છત્રછાયામાં રામવિજયજી મહારાજે સુધા૨કોના એક-એક કોઠાઓને વીણી વીણીને ભેદ્યા. અભિમન્યુની જેમ તેમના વડીલોથી તેમને છૂટા પાડવામાં સુધા૨કો સરિયામ નિષ્ફળ નીવડ્યા. એ જ રીતે અનીતિ કરીને ય તેમને પરાસ્ત પણ ન કરી શકયા. અભિમન્યુએ કોઠા ફક્ત ભેદ્યા હતા. રામવિજયજી મહારાજે કોઠા ભેદ્યા જ નહિ, જીતી પણ બતાવ્યા હતા. જોનારની આંખમાં અમી અંજાય એવી ધીરતા અને વીરતા સાથે તેમણે આ કાર્ય પાર પાડ્યું હતું. આ બધી વાતો ‘સંઘ સ્વરૂપ દર્શન’નાં પ્રવચનો થયાં તે સમય કેવો હતો, તેનો ૧૦Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 598