Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 96
________________ સમ્યગ્દર્શન માટેની યોગ્યતા ૯૧ જન્મ જ નહીં થાય, એકમાત્ર કરુણાભાવ થશે. જેથી આપણે નવા કર્મબંધથી બચી જઈશું, જૂનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા બની રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવા લાયક છે, અર્થાત્ સુસ્વાગતમ ! સુસ્વાગતમ ! આ કારણે આપણે નવાં પાપકર્મોથી અને દુઃખી થતાં બચી જઈશું, જે આપણે અનાદિથી કરતા આવ્યા છીએ અને કર્મોના દુષ્ચક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ ! સુસ્વાગતમ ! (Thank you ! Welcome! ) નો પ્રભાવ. જ્યારે કોઈ આલોચક બીજા કોઈની આલોચના કરી રહ્યો છે ત્યારે એમ વિચારવું કે : (૧) અહો ! મેં પણ આવાં (આલોચનાનું અને જેની આલોચના થઈ રહી છે એવાં) દુષ્કૃત્ય અનેક વાર કર્યાં છે. ધિક્કાર છે મને ! ધિક્કાર છે મને ! આવાં દુષ્કૃત્યો કરવા બદલ મિચ્છામિ દુક્કડં ! મિચ્છામિ દુક્કડં! ઉત્તમ ક્ષમા ! (આ છે પ્રતિક્રમણ) (૨) હવે પછી આવાં કોઈ જ દુષ્કૃત્યોનું આચરણ કદી નહીં કરું ! નહીં જ કરું ! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) આલોચકને અને જેની આલોચના થઈ રહી છે તે બન્નેને પોતાનાં પાપકર્મોની સફાઈમાં મદદ કરનાર ઉપકારી માનીને તેમના માટે મનમાં ધન્યવાદની ભાવના ચિંતવવી. તેથી તેમના પ્રત્યે રોષ, દ્વેષ, તુચ્છપણું, નિંદાનો ભાવ, ઘૃણા વગેરેનો જન્મ જ નહીં થાય એકમાત્ર કરુણાભાવ થશે. જેથી આપણે નવા કર્મબંધથી બચી જઈશું, જુનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા બની રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવાલાયક છે, અર્થાત્ સુસ્વાગતમ ! સુસ્વાગતમ ! આ કારણે આપણે નવાં પાપકર્મોથી અને દુઃખી થતાં બચી જઈશું, જે આપણે અનાદિથી કરતા આવ્યા છીએ અને કર્મોનાં દુષ્ચક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ ! સુસ્વાગતમ ! (Thank you ! Welcome !) નો પ્રભાવ. જ્યારે આપણે કોઈને ખોટું/ખરાબ કામ કરતા જોઈએ, કોઈને ખોટું/ખરાબ કામ કરતા વૃત્તપત્ર (Newspaper) અથવા અન્ય સમાચાર માધ્યમો દ્વારા જાણીએ અથવા અન્યો દ્વારા સાંભળીએ ત્યારે એમ વિચારવું કે : (૧) અહો ! મેં પણ આવાં ખોટાં/ખરાબ કામ અનેક વાર કર્યાં હશે. ધિક્કાર છે મનો! ધિક્કાર છે ! આવાં દુષ્કૃત્યો કરવા બદલ મિચ્છામિ દુક્કડં ! મિચ્છામિ દુક્કડં ! ઉત્તમ ક્ષમા ! (આ છે પ્રતિક્રમણ) (૨) હવે પછી આવાં ખોટાં/ખરાબ કામ કદી નહીં કરું ! નહીં જ કરું ! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) ખોટાં/ખરાબ કાર્ય કરવાવાળાઓને આપણાં પાપકર્મોને યાદ કરાવવાવાળા અને એવા જ સત્તામાં રહેલાં કર્મોની સફાઈમાં મદદ કરનાર ઉપકારી માનીને તેમના માટે મનમાં ધન્યવાદની ભાવના ચિંતવવી. તેથી તેમના પ્રત્યે રોષ, દ્વેષ, તુચ્છપણું, નિંદાનો ભાવ, ઘૃણા વગેરેનો જન્મ જ નહીં થાય, એકમાત્ર કરુણાભાવ થશે. જેથી આપણે નવા કર્મબંધથી બચી જઈશું, જૂનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા અખંડ રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવાલાયક છે, અર્થાત્ સુસ્વાગતમ ! સુસ્વાગતમ ! આ કારણે આપણે નવાં પાપકર્મોથી અને દુ:ખી થતાં બચી જઈશું, જે આપણે અનાદિથી

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220